Western Times News

Gujarati News

ભાજપાની 2થી લઈ 303 બેઠક સુધી સફરના સાક્ષી એ. કે. પટેલની મુલાકાત લેતાં જે.પી. નડ્ડા

ગુજરાત પ્રવાસ દરમ્યાન માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ,  ભાજપાના વરિષ્ઠ આગેવાન શ્રી એ.કે. પટેલની મુલાકાત લીધી હતી. શ્રી એ.કે. પટેલજી એ સાંસદોમાંથી એક છે, જેમણે વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ ભાજપાની 2 બેઠકથી લઈ 303 બેઠક સુધી સફરના સાક્ષી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે. પી.નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, મુખ્યમત્રીશ્રી ભુપેન્દ્રભાઈ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ, અને પુરુષોત્તમ રૂપાલાજી તેમજ પૂર્વ.મખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી, પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ ગવર્નરશ્રી વજુભાઈ વાળા, વગેરે સાથે પાર્ટી ના વિકાસમાં ભૂતકાળમાં કરેલા કામો યાદ કરી સંસ્મરણો તાજા કર્યા હતા.

જે.પી. નડ્ડાએ હિમાચલ પ્રદેશમાં મેડિકલ કોલેજની માન્યતા માટે ડૉ. એ. કે. પટેલ સાહેબના ઘરે 1998માં મળીને રજુઆત કરી હતી તો મેડિકલ કોલેજ મંજૂર કરવામાં અગ્રગણ્ય ભૂમિકા ભજવી હતી તે યાદ કરી સી. આર. પાટીલને વાત કરતા કહ્યું હતું કે હું યુવા મોરચામાં સામેલ હતો ત્યારે ડો.સાહેબના આશીર્વાદ મળ્યા હતા.

અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહી મળતા ધન્યતા અનુભવું છું. ગુજરાતના સાંસદો દર્શનાબેન જરદોશ, રંજનબેન ભટ્ટ, પૂનમ માંડમ, જુગલજી ઠાકોર, દીપસિંહ, વગેરેએ ડૉ. એ. કે. પટેલ સાહેબના આશીર્વાદ લીધા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.