Western Times News

Gujarati News

STના પાસધારકોએ ઝીરો નંબરની ટિકિટ લેવી પડશે

File photo

ગાંધીનગર, રાજ્યના ૧૬ લાખ પાસધારકને ફરજિયાત ટિકિટ આપવા તેજ પાસનો નંબર મશીનમાં એન્ટ્રી કરવા કંડકટરોને આદેશ કર્યાે છે. જેથી હવે પાસધારકોને બસમાં ફરજિયાત ઝઈરો પૈસાન ટિકિટ કંડકટર પાસેથી લેવી પડશે. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની આવક કરતા જાવકમાં વધારો કરવા અનેક ફેરફારો કરાયા છે. જેમાં ડ્રાઈવર-કંડ્‌કટરની રોજની ટ્રીપની સંખ્યા બેમાંથી વધારીને ત્રણ કરીને બિનજરૂરી ખર્ચા ઉપર કાપ મુકવા ડેપો મેનેજરોને આદેશ કર્યાે છે.

ત્યારે એસટી નિગમની આવકમાં વધારો થાય તે માટે પાસ ધારકોને ફરજિયાત જીરો નંબરની ટિકિટ આપવા અને પાસનો નંબર ઈટિકિટિંગ મશીનમાં એન્ટ્રી કરવા કંડ્‌કટરોને આદેશ કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસમાં ૮૨.૫૦ ટકા કન્સેશન અને મુસાફર પાસમાં ૫૦ ટકા કન્સેશન અપાય છે. જ્યારે ગ્રામીણ વિદ્યાર્થીની પાસમાં ૧૦૦ ટકા કન્સેશન અપાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.