વરરાજા સમયસર માંડવે ન પહોંચતા દુલ્હને બીજા સાથે લગ્ન કરી લીધા
નવી દિલ્હી, ઘણી વખત લગ્નમાં વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. વરપક્ષે પૈસા કે કારની કરેલી માંગને કન્યાપક્ષ પહોંચી ન વળતા લગ્નમાં અડચણ આવી હોવાનું પણ ઘણી વખત સામે આવ્યું છે. ત્યારે હવે સાવ ઉલટી ગંગા જેવી ઘટના બની છે. જેમાં વરરાજા લગ્ન માટે સમયસર ન પહોંચતા કન્યાએ સંબંધી સાથે લગ્ન કરી લીધા હતા.
આ ઘટના મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની છે. લગ્ન ૨૨ એપ્રિલે થવાના હતા અને સમારોહ સાંજે ૪ વાગ્યે રાખવામાં આવ્યો હતો. કન્યા અને તેનો પરિવાર વરરાજાના સ્થળ પર પહોંચવાની રાહ જાેતો હતો. જાેકે, વરરાજા સાંજે ૮ વાગ્યા સુધી મંડપમાં પહોંચ્યો ન હતો.
વરરાજા અને તેના મિત્રો નાચવા અને અને દારૂ પીવાના કારણે ખૂબ જ મોડા પડ્યા હતા. રિપોર્ટ મુજબ, દુલ્હનની માતાએ જણાવ્યું હતું કે, વરરાજા અને તેના મિત્રો નશામાં હતા અને સાંજે ૪ વાગ્યાને બદલે ૮ વાગ્યે મંડપમાં આવ્યા હતા. ત્યારે અમે મારી દીકરીને અમારા સંબંધી સાથે પરણાવી દીધી હોવાથી ઝઘડવા લાગ્યા હતા.
પિતાએ સમજાવ્યું કે લગ્ન પ્રસંગ ૨૨ એપ્રિલે થવાનો હતો અને જાનૈયા નાચવામાં વ્યસ્ત હતા. લગ્નનો સમય સાંજે ૪ વાગ્યે હતો, પરંતુ તેઓ રાત્રે ૮ વાગ્યે સ્થળ પર પહોંચ્યા હતા. તેથી, મેં મારી પુત્રીના લગ્ન મારા એક સંબંધી સાથે કરાવ્યા હતા. લગ્નની વધુ એક વિચિત્ર ઘટના સામે આવી છે.
જેમાં વરરાજાએ લગ્ન દરમિયાન ઉશ્કેરણીજનક સીરિયન ગીત મેસાયતારા વગાડવા બદલ તેની દુલ્હન સાથે છેડો ફાડી નાંખ્યો હતો. આ ગીતનો અર્થ ‘મારું વર્ચસ્વ છે’ અથવા ‘હું તને કંટ્રોલ કરીશ.’ ગલ્ફ ન્યૂઝના જણાવ્યા અનુસાર, લગ્ન સમારોહ દરમિયાન સીરિયાના કલાકાર લામીસ કાનનું ગીત વાગી રહ્યું હતું, ત્યારે બગદાદના વરરાજા ચિડાઈ ગયા હતા. આ ગીતના તાલે દુલ્હન ડાન્સ કરી રહી હતી.
જેને પતિ અને તેના પરિવારે ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું, જેના કારણે વરરાજા તેની દુલ્હન સાથે ઝઘડો કર્યો હતો અને અંતે તેને છૂટાછેડા આપી દીધા હતા. આ ગીતના કારણે મિડલ ઇસ્ટમાં નવદંપતીના છૂટાછેડા થયા હોય તેવું પહેલીવાર નથી. ગત વર્ષે લગ્નના રિસેપ્શન દરમિયાન દુલ્હને આ ગીત વગાડતા જાેર્ડનના શખ્સે દુલ્હન સાથે બ્રેકઅપ કરી લીધું હતું.SSS