Western Times News

Gujarati News

તુર્કીએ પાક. નાગરિકોને રેસિડન્સ પરમિટ આપવાનું બંધ કર્યું

નવી દિલ્હી, તુર્કીમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા કરવામાં આવતી મોટા પાયે અપરાધિક ગતિવિધિઓએ દેશના સત્તાવાળાઓને ચિંતિત કર્યા છે. હવે તુર્કીએ કડકાઈ દાખવતા પાકિસ્તાની નાગરિકો માટે તેની વિઝા નીતિઓ વધુ કડક કરી છે.

સ્થાનિક મીડિયા અનુસાર, ઈસ્તાંબુલમાં ચાર નેપાળી નાગરિકોના અપહરણમાં પાકિસ્તાની નાગરિકોની સંડોવણી સામે આવ્યાના થોડા દિવસો બાદ દેશની સરકારે આ પગલું ભર્યું છે. એટલું જ નહીં, તુર્કીની સરકારે પાકિસ્તાનીઓને અસ્થાયી નિવાસ પરમિટ આપવાનું પણ બંધ કરી દીધું છે.

અહેવાલો અનુસાર ઈસ્તાંબુલમાં ચાર નેપાળીનું પાકિસ્તાની લોકોએ અપહરણ કર્યું હતું. આરોપીઓએ શહેરના તકસીમ ચોકમાં અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો. બંદૂકની અણીએ અપહરણ કરીને એક ઘરમાં લઈ જવામાં આવતાં નેપાળીઓ આ વિસ્તારમાં ફરતા હતા.

અપહરણ કરાયેલા લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેઓને ઘરે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની ટેપ બનાવવામાં આવી હતી. અપહરણકારોએ તેમની મુક્તિ માટે દસ હજાર યુરોની ખંડણી માંગી હતી. ૧૬ થી ૩૫ વર્ષની વયના શકમંદો પર લૂંટ, અપહરણ, ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવા અને બંદૂકના કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

પાકિસ્તાની બદમાશોનું બીજું જૂથ ગયા વર્ષે ઇસ્તંબુલમાં તેમના જ દેશમાંથી એક સાથીનું અપહરણ કરીને ૫૦,૦૦૦ યુરોની ખંડણીની માંગણી કર્યા પછી પકડાયું હતું. તુર્કીમાં રહેતા પાકિસ્તાનીઓએ અપહરણની નિંદા કરી છે. તેને ચિંતા છે કે વિશ્વમાં અન્યત્ર આ પ્રકારની ઘટનાઓ પાકિસ્તાનની છબીને કલંકિત કરી શકે છે.

આ ઘટના પહેલા, તુર્કીના સત્તાવાળાઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને સત્તા પરથી હટાવવાનો વિરોધ કરી રહેલા કેટલાક પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરી હતી.

જાે કે, તુર્કીમાં પાકિસ્તાની રાજદ્વારીઓની દરમિયાનગીરી બાદ તેને બાદમાં છોડી દેવામાં આવ્યો હતો. ઈસ્તાંબુલ, અંકારા અને તુર્કીની આસપાસના અન્ય મોટા શહેરોમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ રહે છે અને કામ કરે છે. આ ઉપરાંત, સેંકડો પાકિસ્તાની નાગરિકો પર્યટન માટે દર મહિને ટ્રાન્સકોન્ટિનેન્ટલ દેશમાં જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.