Western Times News

Gujarati News

આવી ગયું એક્શનથી ભરપૂર કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની નવી ફિલ્મ ધાકડનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. એક્શનથી ભરપૂર ‘ધાકડ’નું ટ્રેલર કંગનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ‘ધાકડ’માં કંગના સિવાય અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મહત્વના રોલમાં જાેવા મળશે.

ફિલ્મ ‘ધાકડ’ના ટ્રેલરમાં કંગના જબરદસ્ત એક્શન અને ફાઈટ સીન્સ કરતી જાેવા મળી રહી છે. રિપોર્ટ્‌સ મુજબ, કંગના ‘ધાકડ’ ઈન્ટેલિજન્સ ઓફિસરનો રોલ પ્લે કરી રહી છે. જાે તમને હોલિવૂડ એક્શન ફિલ્મો જાેવી ગમે છે તો કંગનાની ફિલ્મ ‘ધાકડ’નું ટ્રેલર પસંદ આવશે. ‘ધાકડ’ના ડિરેક્ટર રઝનીશ રાઝી ઘાઈ છે અને લેખકો ચિંતન ગાંધી તેમજ રિનિશ રવિન્દ્ર છે.

‘ધાકડ’ના સંવાદો રિતેશ શાહે લખ્યા છે. ‘ધાકડ’માં કંગના રનૌત, અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા મુખ્ય રોલમાં જાેવા મળશે. જ્યારે ‘ધાકડ’માં મ્યુઝિક શંકર-અહેસાન-લોય, ધ્રુવ ઘાનેકર અને બાદશાહે આપ્યું છે. કંગનાએ ‘ધાકડ’ના શૂટિંગ દરમિયાન જણાવ્યું હતું કે કોઈ એક એક્શન સીન માટે મેકર્સે ૨૪ કરોડ ખર્ચ્યા હતા.

બોલિવૂડ ફિલ્મ ભૂલ ભુલૈયા ૨નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. એક્ટર કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુ સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ના ડિરેક્ટર અનીસ બઝમી છે. વર્ષ ૨૦૦૭માં ‘ભૂલ ભુલૈયા’ રિલીઝ થઈ હતી અને હવે ૨૦ મે, ૨૦૨૨ના દિવસે ‘ભૂલ ભુલૈયા ૨’ આવી રહી છે. ‘ભૂલ ભુલૈયા ૨’ના ટ્રેલરમાં કોમેડી અને હૉરર એકસાથે જાેવા મળી રહ્યા છે. ‘ભૂલ ભુલૈયા ૨’માં પણ મંજુલિકા દર્શકોને ડરાવવા માટે આવી રહી છે.

૩ મિનિટ ૧૨ સેકન્ડના ‘ભૂલ ભુલૈયા ૨’ના ટ્રેલરમાં ફની સીન્સ જાેવા મળી રહ્યા છે. ભૂલ ભુલૈયા ૨ ફિલ્મ વિશે વાત કરતાં કાર્તિકે કહ્યું હતું કે, ભૂલ ભુલૈયા હંમેશાંથી તેની ફેવરિટ કોમેડી-સુપરનેચરલ થ્રિલરમાંથી એક રહી છે. ખાસ કરીને હું અક્ષય કુમાર સરનો મોટો ફેન છું અને તેમની ફ્રેન્ચાઈઝીને આગળ લઈને જવી તે એક મોટી જવાબદારી છે.

આ એક શાનદાર સ્ક્રિપ્ટ છે અને અનીસ સર તેને બીજા લેવલ પર લઈને ગયા છે. અહીં નોંધનીય છે કે અક્ષય કુમાર સ્ટારર ભૂલ ભુલૈયામાં વિદ્યા બાલન લીડ રોલમાં હતી. ભૂલ ભુલૈયા ૨૦૦૭માં આવી હતી, જેમાં અક્ષય-વિદ્યા સિવાય શાઈની આહૂજા અને અમીષા પટેલ પણ મહત્વના રોલમાં હતા. એક એક હોરર-કોમેડી હતી, જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.