ચૂંટણી જીત્યા પછી બોલિવુડે અભિનંદન ન આપતા શત્રુધ્ન દુઃખી
મુંબઈ, પશ્ચિમ બંગાળની આસનસોલ સંસદીય બેઠક પરથી પેટાચૂંટણીમાં શત્રુધ્ન સિંહાએ બે લાખ કરતા વધુ મતથી ઐતિહાસિક જીત મેળવી છે જેના કારણે તેઓ ઘણા ચર્ચામાં છે. શત્રુધ્ન સિંહાની બોલિવુડના એ એક્ટર્સમાં ગણતરી થાય છે, જે ફિલ્મી કરિયર ઉપરાંત પોલિટિક્સમાં પણ લાંબા સમયથી છે.
પોતાના ‘ખામોશ’વાળા ડાયલોગથી જાણીતા શત્રુધ્ન સિંહા બોલિવુડમાં ‘શોટગન’ના નામથી જાણીતા છે. બોલિવુડથી ઘણે દૂર નીકળી ચૂકલા શત્રુધ્ન સિંહાએ તાજેતરમાં જ પોતાના એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કેટલીક વાતો પણ કરી, જેમાં બોલિવુડના વલણને લઈને તેમનું દુઃખ સ્પષ્ટ છલકાતું હતું.
આસનસોલ લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં જીત્યા પછી શત્રુધ્ન સિંહાએ આપેલા ઈન્ટર્વ્યુમાં કોંગ્રેસ છોડીને મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીમાં જવાથી લઈને બોલિવુડના વલણ અંગે કેટલીક વાતો કરી. તેમણે જ્યારે પૂછવામાં આવ્યું કે, હવે તેમને બોલિવુડની યાદ નથી આવતી? તેમને સવાલ કરાયો હતો કે, હવે તો પૂરેપૂરો રાજકારણી થઈ ગયા છો, સંપૂર્ણ રાજકીય વાતો કરી રહ્યા છો.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ઘણી ડરેલી હોવાનું કહેવાય છે, લોકો ફિલ્મ બનાવવાથી ડરે છે, ત્યાં મજબૂત અવાજની જરૂર છે, બુલંદ અવાજ ત્યાંથી ગૂમ છે, તેમને સહારો આપનાર નથી, તેમને લાગે છે કે જાે હું આ ફિલ્મ બનાવીશ તો ક્યાંય જેલમાં ન જતો રહું, ક્યાંક દરોડો ન પડી જાય, તો તમે તેમન અનાથ છોડી દીધા? આ સવાલના જવાબમાં શત્રુધ્ન સિંહાએ કહ્યું કે, ‘મોટાભાગના તો તેમાંથી આજકાલ રાગ દરબારી ગાઈ રહ્યા છે. રાગ દરબારીની પણ એક મર્યાદા હોય છે. મોટાભાગના લોકો સરકારી રાગ આલાપી રહ્યા છે.
મોટાભાગના લોકો સરકાર કે સરકારના વડાની કંઈક વધારે નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભયભીત પણ છે. ઉપરથી જે દરેક બિઝનેસ પર કહેર વરસ્યો છે તે છે કોરોના કહેર. કોરોનાના બે વર્ષમાં ઘણી ઓછી ફિલ્મો આવી છે.
રોહિત શેટ્ટીએ ઘણી સારી ફિલ્મો બનાવી હતી, એન્ટરટેઈનમેન્ટ માટે અને ચાલી, પરંતુ તેને પણ લોકો કહે છે કે કોરોનામાં તેનો ઈન્ટરેસ્ટ એટલો થઈ ગયો હતો કે તેને ક્યાં સુધી પ્રોફિટ થયો તે તો એ જ જણાવી શકે છે.
પરંતુ તે ઉપરાતં સારા-સારા કલાકારોની ફિલ્મો આવી, ખરાબ રીતે પીટાઈ ગઈ, ચાલી નહીં. તેના ઘણા કારણ છે કે કોરોનામાં થિયેટર્સની કેપેસિટી વધી નથી રહી અને બીજું કારણ એ છે કે મનોજ વાજપેયીએ પણ બરાબર કહ્યું છે કે, સાઉથની જે ફિલ્મો છે, વેબ સીરિઝે તહેલકો મચાવી દીધો. તેણે ભાષાની દિવાલોન નબળી કરી દીધી છે. તમિળ, તેલુગુ ફિલ્મોને પણ લોકોએ જાેઈ અને વખાણી.’SSS