મમ્મીના બે નિષ્ફળ લગ્રજીવનમાંથી પલક તિવારીએ લીધો બોધપાઠ
મુંબઈ, સ્ટારકિડ્સ જ્યારે એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરે ત્યારે તેમની સરખામી તેમના સેલેબ્સ પેરેન્ટ્સ થાય તે સ્વાભાવિક વાત છે. પલક તિવારી પણ ખૂબ જલ્દી બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે.
હાલમાં અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં તેણે મમ્મી-ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સાથે થતી સરખામણી, ટીવીના બદલે બોલિવુડ કેમ પસંદ કર્યું, પરિવાર તેમજ પિતા રાજા ચૌધરી સાથેના સંબંધો વિશે વાત કરી હતી.
પલક તિવારી ફિલ્મ ‘રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર’થી બોલિવુડમાં પગ મૂકવાની છે, જે એક સાઈકોલોજિકલ થ્રિલર છે. મોટાભાગના નવા કલાકારો રોમેન્ટિક ફિલ્મથી શરૂઆત કરતાં હોય છે તે કેમ આવો વિષય પસંદ કર્યો તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો.
સવાલનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે, ‘શરૂઆતમાં હું પણ ટિપિકલ ફિલ્મથી ડેબ્યૂ કરવા માગતી નથી. જાે કે, નવા એક્ટર તરીકે મને નવા-નવા વિષય પરની ફિલ્મો પર કામ કરવાનું ગમશે.
જ્યારે મને ‘રોઝી’ ઓફર કરવામાં આવી ત્યારે, હકીકત એ છે કે તે એક પારંપરિક ફિલ્મ નહોતી, જેણે મને પ્રોજેક્ટ માટે હા પાડવા પ્રેરિત કરી હતી. હું તેવું કામ કરવા માગુ છું જે મને પડકાર આપે અને કરિયરની શરૂઆતમાં જ મને મારી ક્ષમતાઓ દેખાડવાની તક આપે’. તો મમ્મી સાથે સરખામણી થવા પર કહ્યું હતું ‘મમ્મી સાથે સરખામણી કરવી અનિવાર્ય છે. હું તેમની પાસે રહીને મોટી થઈ છે.
જાે હું ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં ગઈ હોત તો મને ઘણો લાભ મળ્યો હોત, કારણ કે મારી મમ્મીના ત્યાં ઘણાં કોન્ટેક્ટ છે. હકીકતમાં, મારી મમ્મી મને હંમેશા તે મારી વધારે મદદ કરવા માગતી હોવાનું કહે છે, પરંતુ હું મારી રીતે કરિયર બનાવવા માગું છું. મારી પાસે જીવનમાં જે કંઈ છે તે મારા મમ્મીના કારણે છે.
આ એક એવી જગ્યા છે જ્યાં હું તેને માત્ર આરામ કરવાનું અને મારા વિશે ચિંતા ન કરવાનું કહું છું’. ના, જરાય નહીં. મેં મારી મમ્મીને હંમેશા સારી પત્ની તરીકે જાેઈ છે. મેં મારા નાનીને પણ જાેયા છે. તેથી મને ખબર છે કે પ્રેમ અસ્તિત્વ ધરાવે છે અને મારો પ્રેમ તેમજ લગ્ન પ્રત્યેનો વિશ્વાસ યથાવત્ છે.
પરંતુ મને તે વાતનો પણ અહેસાસ થયો છે કે કોઈએ લગ્ન કરવામાં ઉતાવળ ન કરવી જાેઈએ. જાે તમને કોઈ વ્યક્તિમાં કંઈક ખોટું લાગે તો તે જ ક્ષણે તેને છોડી દેવી જાેઈએ.
મહિલાઓને વધારે સંઘર્ષ કરવો પડે છે અને મેં માત્ર મારી મમ્મી સાથે જ નહીં દુનિયાની ઘણી મહિલાઓ સાથે આમ થતાં જાેયું છે. આપણે પાર્ટનર માટે વસ્તુઓને ન્યાયી ઠેરવતા રહીએ છીએ કારણ કે આપણે લોકોમાં સારું જાેવા માગીએ છીએ. તે સારા ગુણ છે પરંતુ તે ડંખવા માટે પાછું આવશે. આ એવા પ્રકારનો પ્રેમ નથી જે હું ઈચ્છું છું- અત્યારે નહીં અને ક્યારેય પણ નહીં’.SSS