નાપાસ થયેલા બાળકો યોજનામાંથી પસાર થઈ શકશે: સીએમ શિવરાજ સિંહ ચૌહાણ
ભોપાલ, મધ્યપ્રદેશમાં ૧૦મા અને ૧૨માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જાે કે, કેટલાકને નિષ્ફળતાનો પણ સામનો કરવો પડ્યો છે.
પરંતુ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થાય છે તેમના માટે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની એક યોજના ઘણી કારગર સાબિત થઈ શકે છે. પરિણામ જાહેર થતા પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતે ટ્વીટ કરીને આ યોજના વિશે જણાવ્યું હતું.
શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં ૧૦મા અને ૧૨માની પરીક્ષાના પરિણામ જાહેર થયા પહેલા ટિ્વટ કર્યું હતું. પોતાના ટિ્વટમાં શિવરાજે લખ્યું કે મારા પ્રિય બાળકો, ક્યારેક સફળતા અને નિષ્ફળતા સંજાેગો પર ર્નિભર હોય છે. જાે તમે નિષ્ફળ થાવ છો, તો ચિંતા કરશો નહીં, નિરાશ થશો નહીં, ‘રૂક જાના નહીં યોજના’ હજી ચાલુ છે.
તૈયારી કર્યા પછી, તમે આ વર્ષે ફરીથી પરીક્ષા આપી શકશો, તમારું વર્ષ પણ ખરાબ નહીં હોય. તેની આગળ શિવરાજે લખ્યું છે કે પ્રિય પુત્રો અને પુત્રીઓ, સફળતા અને નિષ્ફળતામાં સમાન લાગણી રાખો. જાે તમે સફળ ન થાઓ, તો પણ ફરી પ્રયાસ કરો.
હું ફરી એકવાર કહી રહ્યો છું, અભિનંદન અને શુભેચ્છાઓ, પરંતુ નિષ્ફળ થવાની ચિંતા પણ કરશો નહીં. નિરાશ થશો નહીં. પછી તમારે વધુ સફળતા માટે વધુ મહેનત કરવી પડશે.
વર્ષ ૨૦૧૬માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા ‘રૂક જાના નહીં’ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ લઈને ૧૦મા કે ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે. આ અંતર્ગત વિદ્યાર્થીઓ જે વિષયોમાં નાપાસ થયા છે તેની પરીક્ષા આપી શકશે. પરીક્ષા પાસ કર્યા બાદ તે આગળના વર્ગમાં પણ પ્રવેશ મેળવી શકશે.
જણાવી દઈએ કે રુક જના નહીં યોજના હેઠળ વર્ષમાં બે વાર પરીક્ષાઓ લેવામાં આવે છે. પરિણામ જાહેર થયા પછી, વિભાગ દ્વારા તેના વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવે છે. રુક જાન નહીં યોજનાના લાભો મેળવવા માટે, વિદ્યાર્થીઓએ મધ્યપ્રદેશ શાળા શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. અહીં તેઓ ઓનલાઈન ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે.HS