એસ્ટ્રલે 194 કરોડમાં જેમ પેઇન્ટ્સનો 51 ટકા હિસ્સો ખરીદ્યો

મુંબઈ/અમદાવાદ, એસ્ટ્રલ લિમિટેડને એ જણાવતા આનંદ થાય છે કે, બિલ્ડિંગ મટિરિયલ સેગમેન્ટ અંતર્ગત એના પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવાની તથા એસ્ટ્રલ બ્રાન્ડ અને એના ડિલર અને ડિસ્ટ્રિબ્યુટર્સના નેટવર્કને વધારવાની વ્યૂહરચનાના ભાગરૂપે એસ્ટ્રલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જેમ પેઇન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના કાર્યકારી વ્યવસાયમાં 51 ટકા નિયંત્રણકારક ઇક્વિટી હિસ્સો એક્વાયર કરવા માટે નિર્ણાયક સમજૂતી કરી છે. Astral acquires controlling stake in Gem Paints for ₹194 cr; enters paints business.
આ એક્વિઝિશન પર એસ્ટ્રેલ લિમિટેડના એમડી શ્રી સંદીપ એન્જિનીયરે કહ્યું હતું કે, “જેમ પેઇન્ટ્સનું એક્વિઝિશ એસ્ટ્રલ પ્રોડક્ટ બાસ્કેટમાં પ્રોડક્ટ પોર્ટફોલિયોનો સારો ઉમેરો બનશે અને મને ખાતરી છે કે, આ એસ્ટ્રલ બ્રાન્ડનાં મૂલ્યને નવી ઊંચાઈએ લઈ જશે તથા બિલ્ડર્સ, આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ, કંપનીના ડિલર્સ અને વિતરકોનો વિશ્વાસ વધશે, જેથી નેટવર્કની અંદર ઉત્પાદન સમન્વય ઊભો થશે.”
આ એક્વિઝિશન પર જેમ પેઇન્ટ્સના સ્થાપક અને એમડી શ્રી આનંદ ગંડોત્રાએ કહ્યું હતું કે, “એસ્ટ્રલ બ્રાન્ડ સાથે જોડાણ કરવાથી એક નવા પ્રકરણની શરૂઆત થઈ છે અને તમામ દ્રષ્ટિકોણથી જેમ પેઇન્ટ્સની વૃદ્ધિ માટે ઉચિત દિશામાં લીધેલું પગલું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ જોડાણ જેમ પેઇન્ટ્સને ભવિષ્યમાં અખિલ ભારતીય બ્રાન્ડ બનાવશે અને અનેકગણી વૃદ્ધિ તરફ દોરી જશે”