મેડ-ઇન-ઇન્ડીયા ઇ-કોમર્સ પ્લેટફોર્મ ભારત સરકાર લાવે છે
(એજન્સી) નવી દિલ્હી, આજના જમાનામાં મોટાભાગનું કામ ઓનલાઇન થાય છે, જેમાં શોપિંગ પણ સામેલ છે. ઓનલાઇન શોપિંગ માટે ભારતમાં ઘણા બધા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. જેનો લોકો ઉપયોગ કરે છે. લોકપ્રિય પ્લેટફોર્મ્સનું નામ લઇએ તો અમેઝોન જેવા નામ મનમાં આવે છે.
પરંતુ એક ભારતીય સરકારે ર્નિણય કર્યો છે કે તે જલદી એક ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરવા જઇ રહી છે જે દેશમાં અમેઝોન-વોલમાર્ટના દબદબાને ઓછો કરી દેશે. તમને જણાવી દઇએ કે ભારતીય સરકાર ટૂંક સમયમાં એક નવું પ્લેટફોર્મ, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ-ઓએનડીસી લોન્ચ કરવા જઇ રહી છે. સરકારનો ઉદેશ્ય છે કે ભારતના વિક્રેતા અનેઝોન અને વોલમાર્ટ જેવા વિદેશી પ્લેટફોર્મને બદલે ભારતીય પ્લેટફોર્મને પ્રાથમિકતા આપે.
ONGC દ્રારા સરકાર એક એવું પેલ્ટફોર્મ તૈયાર કરવા માંગે છે જેનાથી ઇલેક્ટ્રિક નેટવર્કના માધ્યમથી સામાન અને સેવાઓનું એક્સચેંજ થઇ શકે. જાેકે થોડા સમય પહેલાં અમેઝોન અને વોલમાર્ટના ફ્લિપકાર્ટના કેટલાક ભારતીય સેલર્સ વિરૂદ્ધ એક ‘એન્ટી-ટ્રસ્ટ’ રેડ કરવામાં આવી હતી.
તેના લીધે સરકારે ભારતનું પોતાનું પ્લેટફોર્મ લોન્ચ કરવાનો ર્નિણય કર્યો છે. સ્થાનીક ભાષાઓને પણ આ પ્લેટફોર્મનો ભાગ બનાવવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, આઇસીઆઇસીઆઇ બેંક અને બેંક ઓફ બરોડાએ કુલ મળીને ૨.૫૫ બિલિયન રૂપિયાના કુલ રોકાણ માટે પરવાનગી પણ આપી દીધી છે.