Western Times News

Gujarati News

ચેરીટેબલ ટ્રસ્ટ-સંસ્થાઓને આવકવેરા એકટ હેઠળ વચગાળાનું રજી. મળી શકે નહીઃ સુપ્રીમ

(એજન્સી)નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જાે આવકવેરા ધારાની કલમ ૧૨-એએ હેઠળ કોઈપણ સંસ્થાની નોંધણીની અરજી પર છ માસ સુધી કોઈ ર્નિણય કરવામાં ન આવે તો પણ જે તે સંસ્થા કે ટ્રસ્ટને વચગાળાનું રજીસ્ટ્રેશન મળી શકે નહી.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર.શાહની ખંડપીઠે એક ખાસ લીવ પીટીશન પર સુનાવણી કરતા સમયે અલ્લાહબાદ હાઈકોર્ટે આપેલા ચૂકાદાને પડકારતી રીટ પરથી આ મુજબ જણાવ્યું હતું અને હાઈકોર્ટ સમક્ષ પણ એ જ મુદો હતો કે આવકવેરા ધારાની કલમ ૧૨-એએ (૨) મુજબ કોઈપણ રજીસ્ટ્રેશન માટેની અરજી જાે છ માસના નિશ્ચીત સમયગાળામાં નિકાલ કરવામાં ન આવે

તો શું જે તે અરજદારને વચગાળાનું- કામચલાઉ રજીસ્ટ્રેશન મળી શકે? આવકવેરા કમિશ્નર પાસે ટ્રસ્ટ કે કોઈપણ સંસ્થાના કલમ ૧૨-એએ હેઠળ રજીસ્ટ્રેશન માટે અરજી આવે તો તેની ચકાસણી થતી હોય છે. આ કલમ હેઠળ જે તે અરજદારને આવકવેરા કાયદા હેઠળ કેટલીક ખાસ છૂટછાટો મળે છે.

કમિશ્નર તેમાં ચકાસણી કરીને વધારાના દસ્તાવેજાે માંગી શકે છે અને તેના પરથી ર્નિણય લઈ શકે છે. પરંતુ જાે છ માસમાં આ પ્રકારનો ર્નિણય લેવામાં ન આવે તો શું અરજદારને વચગાળાનું રજીસ્ટ્રેશન મળી શકે કે કેમ તે પ્રશ્ન હતો.

હાઈકોર્ટે આ પ્રકારના કોઈ ડીમ્ડ રજીસ્ટ્રેશન મળી શકે નહી તેવું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેના પર વિચારણા કરતા સમયે હાઈકોર્ટના ર્નિણયને યોગ્ય ગણાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સેકશન ૧૨-એએ (૨) એકટ માં આ પ્રકારે ડીમ્ડ રજીસ્ટ્રેશનની કોઈ જાેગવાઈ કરવામાં આવી નથી કે જેના કારણે અરજી પર છ માસની અંદર ર્નિણય ન લેવાય

તો જે તે અરજદારને ડીમ્ડ રજીસ્ટ્રેશન મળી શકે છે. પરંતુ જાેગવાઈ ન હોવાના કારણે આ પ્રકારનું ડીમ્ડ રજીસ્ટ્રેશન આપી શકાયુ નથી અને હાઈકોર્ટના ચૂકાદાથી સુપ્રીમકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ અંગે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈન્સ્ટીટયુટને વચગાળાનું રજીસ્ટ્રેશન મળી શકશે નહી અને તેથી તેઓ પોતે આઈટી એકટ હેઠળની કોઈપણ છૂટછાટો પણ મેળવી નહી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.