Western Times News

Gujarati News

પટિયાલામાં થયેલી હિંસાના મુખ્ય આરોપીની ધરપકડ

(એજન્સી)ચંદીગઢ, પંજાબના પટિયાલામાં થયેલી હિંસાના મુખ્ય ષડયંત્રકારી બરજિંદર સિંહ પરવાનાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિસ્તારા ફ્લાઇટથી મુંબઈથી સવારે મોહાલી પહોંચ્યો હતો. જ્યાં શમિંદર સિંહના નેતૃત્વવાળી સેન્ટ્‌ર્લ ઇન્ટેલિજેન્સ એજન્સીની (ઝ્રૈંછ) પટિયાલા ટીમે તેની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૯ એપ્રિલે પટિયાલામાં ખાલિસ્તાન વિરોધી રેલી દરમિયાન ૨ સમૂહો વચ્ચે ઝડપ થઇ હતી. આ દરમિયાન લગભગ ૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

બરજિંદર સિંહ પરવાનાને શીખ સમૂહ દમદમી ટકસાલ રાજપુરાનો પ્રમુખ બતાવવામાં આવી રહ્યો છે. આ પહેલા તેના પર સોશિયલ મીડિયા દ્વારા ઉગ્રવાદ ભડકાવવાના આરોપ પણ લાગી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે પટિયાલા હિંસા કેસમાં અત્યાર સુધી ૬ હ્લૈંઇ નોંધાઇ છે

અને મુખ્ય આરોપી બરજિંદર સિવાય શિવસેના (બાલઠાકરે) સંગઠનના પંજાબ પ્રમુખ હરીશ સિંગલા, કુલદીપ સિંહ અને દલજીત સિંહની ધરપકડ થઇ છે. આ ચાર સિવાય પોલીસે અન્ય ૨૫ લોકોની ધરપકડ કરી હતી.

પટિયાલા ઉપાયુક્ત સાક્ષી સાહનીએ જાણકારી આપી કે હિંસા પછી શહેરમાં લગાવવામાં આવેલો કર્ફ્‌યૂ હટાવી લેવામાં આવ્યો છે. સાથે ઇન્ટરનેટ સેવાને ફરીથી શરુ કરી દેવામાં આવી છે. પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દીપક પારેખે જણાવ્યું કે કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી.

આ દરમિયાન પટિયાલા હિંસા કેસમાં માહિતી સામે આવી છે કે ખાલિસ્તાન સમર્થકોએ આ તૈયારી પહેલાથી જ કરી રાખી હતી. હિંસાનો મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાનાનો ૨૨ એપ્રિલના એક વીડિયોથી આ વિશે સંકેત મળ્યા છે. આ વીડિયોમાં બરજિંદર ધમકી આપતો અને ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવતો જાેવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.