ખાદીનો વેપાર એક લાખ કરોડને પાર પહોંચી ગયો
(એજન્સી) નવી દિલ્હી, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનની ખાદી બ્રાન્ડે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં એક લાખ કરોડ રૂપિયાથી વધુના રેકોર્ડ ટર્નઓવર સાથે દેશની તમામ ઝડપી મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ FMCG કંપનીઓને પાછળ છોડી દીધી છે.
કમિશનના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાએ શનિવારે જણાવ્યું હતું કે ખાદી બ્રાન્ડે એવી ઊંચાઈ હાંસલ કરી છે જે દેશની તમામ હ્લસ્ઝ્રય્ કંપનીઓ માટે દૂરનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે ખાદીએ પ્રથમ વખત રૂ. ૧.૧૫ લાખ કરોડનો જંગી બિઝનેસ કર્યો છે, જે દેશની કોઈપણ FMCG કંપની માટે અભૂતપૂર્વ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનનો કુલ બિઝનેસ ૧,૧૫,૪૧૫.૨૨ કરોડ રૂપિયા રહ્યો, જે અગાઉના વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧માં રૂ. ૯૫,૭૪૧.૭૪ કરોડ હતો. આ રીતે ખાદીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦.૫૪ ટકાની વૃદ્ધિ નોંધાવી છે.