Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. હેરીટેજ ટ્રસ્ટની નબળી કામગીરી

પ્રતિકાત્મક

કોટ વિસ્તારમાં ઐતિહાસિક રહેણાંક મિલ્કતોના સ્થાને કોર્મશીયલ બાંધકામ થયા છે તેમ છતાં જવાબદાર વિભાગ કે અધિકારીઓ આંખ આડા કાન કરી રહયા છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને ર૦૧૭ની સાલમાં યુનેસ્કો તરફથી “વર્લ્ડ હેરીટેજ સીટી”નો દરજ્જાે મળ્યો હતો દેશમાં આ પ્રકારનો દરજ્જાે મેળવનાર અમદાવાદ સહુ પ્રથમ શહેર છે.

પરંતુ દુઃખદ બાબત એ છે કે હેરીટેજ સીટીનો દરજ્જાે મળ્યા બાદ મ્યુનિ. વહીવટીતંત્ર તેની યોગ્ય માવજત અને જાળવણી કરી શકયુ નથી જેના કારણે ઐતિહાસિક મિલ્કતો સતત ઘટી રહી છે.

શહેરના કોટ વિસ્તારમાં ઐતિહાસિક રહેણાંક મિલ્કતોના સ્થાને કોર્મશીયલ બાંધકામ થયા છે તેમ છતાં જવાબદાર વિભાગ કે અધિકારીઓ આંખ આડા કાન કરી રહયા છે. હેરીટેજ સીટીનું સ્થાન પ્રાપ્ત કરવા માટે યુનેસ્કોમાં જે કોઝીયર મોકલવામાં આવ્યુ હતું તેનો અમલ થતો નથી જયારે હેરીટેજ ટ્રસ્ટ પણ નિષ્ક્રિય સાબિત થઈ રહયું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા “હેરીટેજ સીટી”નો દરજજાે મેળવવા માટે ખાસ ડોઝીયર તૈયાર કરવામાં આવ્યુ હતુ જેના અમલ માટે હેરીટેજ કમીટી ટ્રસ્ટની રચના કરવામાં આવી છે પરંતુ કમનસીબે હજી સુધી ડોઝીયરની એસઓપી પણ તૈયાર થઈ નથી.

હેરીટેજ ડોઝીયર મુજબ કમીટી કે ટ્રસ્ટે ઐતિહાસિક મિલ્કતોની આસપાસ દબાણ ન થાય તેનું ધ્યાન રાખવાનું રહે છે તદ્‌પરાંત ટ્રાફિક, પાર્કિંગ, ઐતિહાસિક ઈમારતોના સમારકામ વગેરે મુદ્દે પણ કામગીરી કરવાની થાય છે. પરંતુ આ દિશામાં હજી સુધી કોઈ જ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી. સામાન્ય નિયમ મુજબ જે મિલ્કતનો હેરીટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોય તે મિલ્કતને માત્ર રીપેર કે રીસ્ટોર કરી શકાય.

તેને જમીન દોસ્ત કરીને નવેરસથી બાંધકામ થઈ શકે નહી, મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ આ કાયદાનો સરેઆમ ભંગ થતો જાેઈ રહયા છે પરંતુ કોઈ પગલા લેવામાં આવતા નથી, તેવી જ રીતે કોઈપણ ઐતિહાસિક રહેણાંક મિલ્કતમાં કોમર્શીયલ બાંધકામ કરવાની કે તેમાં ટી-ગર્ડર ઉપયોગ કરવાની પરવાનગી આપવાની સત્તા હેરીટેજ કમીટી પાસે નથી.

આ કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહયું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર મહીને રૂા.પ૦ લાખ હેરીટેજ કમીટીને આપવામાં આવે છે જેનો ઉપયોગ ચબુતરા બનાવવા કે દરવાજા રીપેર કરવા સિવાય થતો નથી.

શહેરના કોટ વિસ્તારની અનેક પોળોમાંથી ઐતિહાસિક ઈમારતો નામશેષ થઈ રહી છે. હેરીટેજ રેસી. મિલ્કતોને રીપેર કરવા માટે પરવાનગી લઈ તેના સ્થાને કોમર્શીયલ બાંધકામ થાય છે પરંતુ તેની સામે કાર્યવાહી કરવાની તસ્દી મધ્યઝોન એસ્ટેટ વિભાગ કે હેરીટેજ કમીટી દ્વારા લેવામાં આવતી નથી તેવી જ રીતે “સ્ટે હોમ”ના કાયદાનો પણ દુરુપયોગ થઈ રહયો છે.

દેશ કે વિદેશની કોઈપણ વ્યક્તિ આપણા ઐતિહાસિક વારસાને જાણવા- સમજવા માટે રહેવા ઈચ્છા રાખે તો હેરીટેજ મિલ્કતમાં સમાવેશ થયો હોય તેવી મિલ્કતમાં મહેમાન તરીકે રહી શકે છે, પરંતુ “સ્ટે- હોમ” ના આ કાયદાને કેટલાક લોકોએ હોટલ બનાવ્યો છે તથા જુની મિલ્કતોને બહારથી હેરીટેજ લુક આપી અંદર હોટેલો ચલાવી રહયા હોવાની પણ ફરીયાદો બહાર આવી છે.

ચોંકાવનારી બાબત એ છે કે ર૦૦રમાં પ્રથમ સરવે કરવામાં આવ્યો તે સમયે ૧ર હજાર ઐતિહાસિક મિલ્કતો જાહેર કરવામાં આવી હતી, જયારે ર૦૧રમાં બીજી વખત સરવે થયો તે સમયે માત્ર ર૬૯૦ જ મિલ્કતોનો હેરીટેજમાં સમાવેશ થયો છે, આમ, દસ હજાર હેરીટેજ મિલ્કતો ગાયબ કરવામાં આવી છે તેમ છતાં તંત્ર નિષ્ક્રિય છે.

ખાડીયામાં ઐતિહાસિક મિલ્કતમાં કોર્મશીયલ બાંધકામ
અમદાવાદ શહેર માં આવેલ ખાડીયા વોડૅ માં રતનપોળ ફતેહ ભાઈ ની હવેલી માં ૩૫ જેટલા રહેઠાણ ની ચાલી છે ઝવેરી બીલ્ડીગ નાં નામથી ઓળખાય છે અને ૧૦૦ વર્ષ ઉપર નુ જુનું રહેઠાણ આવેલા છે અને રહેઠાણ નાં નામનાં ટેક્ષ બીલ આવે છે આ ચાલી માથાભારે બિલ્ડીંરો ચાલી હેતુફેર કરીને કોમોશીયલ નો ઉપયોગ કરવામાં આવે છે

આ વિસ્તાર ના ટીડીઓ ના ચેરમેન ખાડીયા વોડૅ નાં ચુંટાયેલા કોર્પોરેટર..તેમજ મ્યુ કમિશનર સાહેબ.ડે મ્યુ કમિશનર મધ્ય ઝોન એસ્ટેટ ટીડીઓ ખાડીયા વોડૅ નં ૧ ઇન્સ્પેક્ટરો આંખ આડા કાન કેમ કરી રહ્યા છે અમદાવાદ શહેર નાં મધ્ય ઝોન માં રહેણાંક વિસ્તારમાં બેરોકટોક ગેરકાદેસર થઈ રહેલા કોમોશીયલ દ્રારા પોળો ને નષ્ટ કરવામાં આવી રહી છે

જ્યાં સવાર થી સાંજ સુધી વહાણો મુકવા ની પણ જગ્યા હોતી નથી રહેઠાણ ના નાગરીકો ને વેપારીઓ સાથે પાકીગ માટે રોજ ઝગડા થાય છે આ અધિકારી ઓ એંસી ઓફીસ માં થી બહાર ક્યારે નીકળશે ખરા આ વિસ્તાર માં ઘણા પાકીગ વગર રહેણાંક વાળા મકાનો હેતું ફેર કરીને કોમોશીયલ થવાના કારણે વહાનો પાકૅ કરવા ની જગ્યા પણ રહી નથી.

વેપારીઓ અમારા રહેણાંક વિસ્તારમાં પાકીગ કરી જાય છે અને વારંવાર ઝગડા થાય છે મ્યુ કોર્પોરેશન માં વારે વારે ફરીયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી આ બાંધકામ ને તાત્કાલિક સીલ મારી ને આ કામ બંધ કરાવવા માંગણી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.