Western Times News

Gujarati News

મેઘરજના ઇપલોડા ગામે ૪૮ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ઠેર ઠેર જાેવા મળી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર અને સરકારી પડતર જમીન અને રોડ રસ્તા પર પણ દબાણકારો દબાણ કરી કાચા-પાકા બાંધ કામ કરી દીધા છે.

મેઘરજ તાલુકાના ઇપલોડા ગામમાં રોડ પર કરેલા દબાણોથી રસ્તાનું અસ્તીત્વ જાેખમાયું હતું આખરે ગ્રામ પંચાયતે ૪૮ દબાણો જેસીબી મશીન અને બુલડોઝરથી દૂર કર્યા હતા ગામમાં દબાણો દૂર કરવામાં અડચણ પેદા ન થાય તે માટે મેઘરજ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મેઘરજ તાલુકા ના ઇપલોડા ગામે વર્ષો થી મુખ્ય માર્ગો પર દબાણ એક પેચીદો પ્રશ્ન હતો ત્યારે છેલ્લા કેટલાક સમયથી દબાણ ગામલોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થતા અને દબાણકારોની હિંમત ખુલી હોય તેમ સતત દબાણ વધારતાં રહેતા હોવાથી આખરે ઇપલોડા ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ અને સભ્યો એ ઠરાવ કરી ગામ માં નડતર રૂપ ૪૮ દબાણો માપી અને નક્કી કરાયા હતા.

શનિવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતની બોડી સહિત સરકારી અધિકારીઓ તલાટી ની હાજરી માં ૪૮ નડતર રૂપ દબાણો દૂર કરાયા સમગ્ર ગામ માં ત્રણ ત્રણ બુલડોઝર લગાવી તમામ દબાણો દૂર કરાતા કુલ ૩૦ ફૂટ રાજમાર્ગ ખુલ્લો કરાયો હતો ગ્રામજનોએ પણ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રની શખ્ત કાર્યવાહી ના પગલે દબાણો દૂર કરવા સહકાર આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.