કાર્તિક આર્યનને જોઈને આવી ફેન્સને સુશાંતની યાદ
મુંબઈ, કાર્તિક આર્યન અને કિયારા અડવાણી એક સાથે ભૂલભૂલૈયા – ૨માં નજરે પડવા જઈ રહ્યા છે. આ બનેની એકબીજા સાથે પહેલી ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર જાેયા બાદ ફેન્સ બંને પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. તાજેતરમાં જ કિયારા અડવાણી અને કાર્તિક આર્યનનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક્ટર જેન્ટલમેન બિહેવિયરના કારણે લોકોની પ્રંશંસાનો ભાગ બની રહ્યો છે.
તાજેતરમાં સામે આવેલા વિડીયોમાં કાર્તિક આર્યને પોતાના હાવભાવથી ફેન્સનું દિલ જીતી લીધુ હતું. આ સપ્તાહની શરુઆતમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે કાર્તિક આર્યને કિયારની મદદ કરી હતી. જ્યારે તે કેટલાંક કેમેરાની સામે પોતાનો ડ્રેસ સરખો કરી રહી હતી.
ફેન્સે કાર્તિક આર્યનના આ કામ માટે જેન્ટલમેન ગણાવ્યો હતો અને એવું પણ નોટ કર્યુ કે આ ઘટનાએ તેઓને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની યાદ અપાવી. ગુરુવારે લોન્ચ ઈવેન્ટ દરમિયાન કિયારા અડવાણીએ લાલ રંગની સિક્વિન વાળી મીની ડ્રેસ પહેર્યો હતો.
આ એક નાનો ડ્રેસ હતો. એ સમયે ખુરશી પરથી ઉઠતી વખતે એક્ટરે તેની મદદ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં કિયારાની બાજુમાં બેસેલા કાર્તિક આર્યન સાથે તે કંઈ વાત કરતી દેખાય છે. જે બાદ તે પોતાની ખુરશી પરથી ઉભો થયો અને કિયારાની સામે ઉભો થઈ ગયો. ફેન્સે સોશિયલ મીડિયા પર આ અંગે કોમેન્ટ કરી અને કાર્તિકને એક સજ્જન કહ્યું.
જવાબમાં લખ્યું કે, એટલા માટે હું તેને પ્રેમ કરું છું. એક યૂઝરે લખ્યું કે તે એક સારો વ્યક્તિ છે. આ દરમિયાન ફેન્સને સુશાંત સિંહ રાજપૂતની યાદ આવી ગઈ. તેણે પોતાની કો સ્ટાર કૃતિ સેનન માટે પણ કંઈક આવું જ કર્યું હતું.
સુશાંત અને કૃતિ પોતાની ૨૦૧૭ની ફિલ્મ રાબ્તાના પ્રચારમાં હતા. ત્યારે સુશાંત સિંહ તેની સામે ઊભો રહી ગયો હતો જેથી કરીને તે પોતાના મીની સ્કર્ટમાં બેસી શકે.
જૂન ૨૦૨૦માં સુશાંત સિંહનું મોત થયું હતું. એક ફેને કાર્તિક આર્યનનો આ વિડીયો જાેઈને લખ્યું કે, આ ઘટનાએ મને યાદ અપાવી કે સુશાંત સિંહ રાજપૂતે પોતાના એક પ્રચાર દરમિયાન કૃતિ સેન માટે આવું જ કર્યું હતું. કાર્તિક આર્યન એક સજ્જન વ્યક્તિ છે.SSS