1 હજાર કરોડની કમાણી કરનારી કન્નડની પહેલી ફિલ્મ બની KGF 2
મુંબઈ, KGF-2એ બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. કન્નડ ભાષાની આ ફિલ્મ સમગ્ર દેશમાં 14 એપ્રિલના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ દિવસે 164 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કર્યું હતું. ‘KGF-2’ પહેલાં ‘બાહુબલી’, ‘બાહુબલી-2’, ‘RRR’, ‘સાહો’એ દેશભરમાં રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. કન્નડ પાવરસ્ટાર રાજકુમારની ‘મહિષાસુર મર્દિની’ કન્નડ સિનેમાની પહેલી પેન ઇન્ડિયા ફિલ્મ હતી. જો કે આ ઇન્ડસ્ટ્રી હવે ‘KGF 2’થી ઓળખાઈ રહી છે. ચાલો જાણીએ કે કઈ એવી ફિલ્મો છે જેણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને પંજાબી ઈન્ડસ્ટ્રીઝને દેશભરમાં એક મોટું સ્થાન અપાવ્યું છે.