સિંધુભવન પર બિલાડીના ટોપની માફક ફૂટી નીકળનાર કેફે હાઉસ – ફૂડ કોર્ટ શંકાના દાયરામાં?
સંચાલકોને મોટા ભાડા કઈ રીતે પોષાતા હશે ??: યુવા પેઢીને નશાના રવાડે ચડાવનાર પેડલરો પર પોલીસની “ત્રીજી આંખ” જરૂરીયાત
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર મેગાસીટી બનવા તરફ જઈ રહયું છે. શહેરનો ભૌગોલિક વિસ્તાર વધ્યો છે. વિકાસના કામો ઝડપી થતા પશ્ચિમ- નવા પશ્ચિમ વિસ્તારનોછેડો બોપલ, આંબલી, શીલજ, સાઉથ બોપલ સુધી વિસ્તરી રહયો છે. વિકાસની ગાથાઓ ચર્ચામાં છે.
કહેવાય છે કે વિકાસથા, વ્યક્તિનું જીવન ધોરણ બદલાય એટલે કેટલીક- બદીઓ આપોઆપ આવી જતી હોય છે તેને રોકવા વહીવટીતંત્ર તેના અલગ-અલગ વિભાગો મારફતે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરતુ હોય છે પાછલા કેટલાક સમયથી અમદાવાદ સહિત ગુજરાતમાં યુવાધનને બરબાદ કરતી ડ્રગ્સની બદી ફૂલીફાલી છે.
પોલીસ વિભાગ કાર્યવાહી કરીને બદીને ફેલાતી અટકાવવા પ્રયાસ કરે છે. પરંતુ ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો અવનવા રસ્તાઓ શોધી લે છે એન તેમની કામગીરી ચાલુ રાખે છે અમદાવાદ શહેરના પોશ વિસ્તારોમાં ડ્રગ્સનું ધૂમ વેચાણ થઈ રહયાની વ્યાપક ચર્ચા છે તાજેતરમાં ક્રાઈમબ્રાંચે શહેરના પોશ વિસ્તાર એવા સિંધુભવન રોડ પરથી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ડ્રગ પેડલરોને ઝડપી પાડયા હતા.
આશ્ચર્યની વાત એ છે કે સિંધુભવન અને એસ.પી. રીંગરોડના માર્ગો પર મોટી સંખ્યામાં કેફેબાર – ફૂડ કોર્ટ આવેલા છે જે મોડી રાત સુધી ધમધમતા હોય છે. અહીંયા કહેવાનો મતલબ એ નથી કે બધે ખરાબી છે પરંતુ કોક જગ્યાએ ક્યાંક તો કશું ખોટુ થતુ હશે તો તે બહાર કઈ રીતે આવી શકે ??
તે મોટો પ્રશ્ન છે અહીંયા ચાલતા કોફીબાર- ફૂડ કોર્ટના ભાડા ખૂબ જ તગડા હોય તે સ્વાભાવિક છે !! તો શું એટલી મોટી સંખ્યામાં ઘરાકી આવતી હશે કે કાફે- ફૂડ કોર્ટના ભાડા- ખર્ચા નીકળી જતા હશે ?! વળી સામાન્ય પ્રજામાં એક એવી ચર્ચા છે કે આ જગ્યાઓ પર મોડી રાત સુધી માલેતુજારો બહાર ગાડીઓના પાર્કિંગ કરીને બેસે છે. લોકશાહીમાં તેનો કોઈ વાંધો હોય નહી અને હોઈ શકે પણ નહી.
પરંતુ જે સ્થળો પર ખોટુ થતુ હોય કે ડ્રગ્સનું વેચાણ થતુ હોય તો તેવા તત્વોને પકડવાની જવાબદારી પણ પોલીસની છે. પોલીસ પાસે પોતાનું એક નેટવર્ક હોય છે તેના ધ્વારા પોલીસ સમગ્ર માહિતી મેળવી શકે છે. પરંતુ એવુ કેમ થતુ નથી ?! જાેકે તાજેતરમાં પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે જેમાં આપણને સફળતા મળી છે
પરંતુ સીંધુ ભવન- એસ.પી. રીંગરોડના માર્ગે પોલીસે તેની ત્રીજી આંખ કાર્યરત કરવી પડશે. અહીંયા જે ખોટુ કરતા હશે તેવા લોકો માથાભારે અગર તો વગદાર હોઈ શકે છે. પરંતુ પોલીસે કોઈ પણ જાતની કામગીરી શેહશરમ વિના કરવી જ પડશે. યુવાધનને નશાના રવાડે ચડાવનારા