બોપલના સ્ટર્લિંગ સિટીમાં રસ્તાઓનું રીસરફેસીંગ નહીં થતાં નાગરીકોમાં તંત્ર સામે રોષની લાગણી
સ્ટર્લિંગ સિટીના વહીવટ માટે છેલ્લા કેટલાંક વર્ષોથી રજીસ્ટાર ઓફ સોસાયટીઝ દ્વારા વહીવટદારની નિમણુૃક થઈ છે. જે વહીવટદારો સોસાયટીના અમુક જ કામો પર ધ્યાન આપે છે.
નોર્થ બોપલ વિકાસના કામોથી ઉપેક્ષિત- સાઉથ બોપલમાં વિકાસના કામો પૂર ઝડપે તો નોર્થ બોપલમાં વિકાસની ગાડી ધીમી હોવાની પ્રતિતિઃ એકને ગોળ તો બીજાને ખોળ’ની નીતિરીતિ
આટલી મોટી સોસાયટીના સંચાલન માટે વહીવટદાર અઠવાડીયેે એક દિવસ આવે અને ઘણીવાર પંદર દિવસે આવે તો સોસાયટીના પ્રશ્નોનું જે નિરાકરણ સમયસર થવુ જાેઈએ એ કેવી રીતે થાય??
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સમાવિષ્ઠ નવા વિસ્તારોમાંથી કેટલાંક વિસ્તારો પ્રત્યે AMC ઓરમાયુ વર્તન કરી રહ્યાની લાગણી સ્થાનિક વિસ્તારના નાગરીકોને થઈ રહી છે.
થોડા સમય પહેલાં બોપલનો કોર્પોરેશનમાં સમાવેશ થયો ત્યારે આ વિસ્તારના નાગરીકોને હાશકારો થયો કે આ વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી થશે. પરંતુ એવું નહીં થતા સ્થાનિક રહીશોમાં નિરાશાની લાગણી ફેલાવા પામી છે. સાઉથ બોપલમાં વિકાસના કામો ઝડપથી થાય છે તો નોર્થ બોપલના નાગરીકોનો વાંક શુ?? ગુનો શું? આ વિસ્તારના નાગરીકો પણ નિયમિત ટેક્ષ ચુકવે છે. તો પછી ‘એકને ગોળ‘ને બીજાને ખોળ’ ની નીતિરીતિ શા માટે અપનાવાઈ રહી છે.
નોર્થ બોપલમાં સૌથી મોટી સોસાયટી ‘સ્ટર્લીંગ સીટી’ આવેલી છે. અહીંંયા મોટી સંખ્યામાં મકાનો આવેલા છે. રહીશો પણ સરકાર-વહીવટી તંત્રના કાયદા-કાનૂનને માનસન્માન આપીને તેનું પાલન કરે છે. પરંતુ ‘સ્ટર્લિંગ સીટી’ પ્રત્યેે ઉપેક્ષા કેમ?
સોસાયટીની અંદરના માર્ગો બિસ્માર થઈ ગયા હોવા છતાં તેની રીપેરીંગની કામગીરી કેમ થતી નથી?? હાલમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં કોર્પોરેશન રાજમાર્ગોનું રીસરફેસીંગ કરી રહી છે. માત્ર મુખ્ય જ નહીં ‘ઈનસાઈડ’ રસ્તાઓ પણ દુરસ્ત થઈ રહ્યા છે.
ત્યારે ‘સ્ટર્લિંગ સીટી’ જેવી વિશાળ સોસાયટી અને જેના નાગરીકો તમામ નીતિ-નિયમોનું પાલન કરનાર છે. તેેમના પ્રત્યે આવુ ઓરમાયુ વર્તન શા માટે? નોર્થ બોપલના વિકાસના કામોમાં ‘બ્રેક’ કેમ આવી રહ્યો છે એવુૃ સ્થાનિક વિકાસશીલ નાગરીકોનું પૂછવુ છે. નોર્થ બોપલના રહીશો પાયાની જરૂરીયાત સુવિધા રોડ-રસ્તા ગટરની માંગ કરી રહ્યા છે.
સાવ એવું જ નથી કે નોર્થ બોપલમાં વિકાસના કામો થતા નથી. પરંતુ અન્ય વિસ્તારોની જેમ વિકાસના કામોમાં ગાડી પૂરઝડપે દોડવી જાેઈએ એની જગ્યાએ ડચકા ખાતી ખાતી દોડી રહી હોય એવી પ્રતિતિ થયા વિના રહેતી નથી. વહીવટી તંત્ર સાઉથ બોપલની માફક નોર્થ બોપલ પર ધ્યાન કેન્દ્રીત કરે એ જરૂરી છે.
નોર્થ બોપલના નાગરીકો વિસ્તારનો વિકાસ ઝંખી રહ્યા છે. આગામી દિવસોમાં સતાધીશો આ દિશા તરફ આગળ વધે એવી લોક લાગણી આ વિસ્તારના નાગરીકોમાં પ્રવર્તી રહી છે. બિન આધારભૂત અહેવાલોના જણાવ્યા અનુસાર સ્ટર્લિંગ સીટી બોપલ ખાતે રપ૦૦થી ૩૦૦૦ મકાનો આવેલા છે.
જેના વહીવટ માટે છેલ્લા કેટલાંક વર્ષોથી રજીસ્ટાર ઓફ સોસાયટીઝ દ્વારા વહીવટદારની નિમણુૃક થઈ છે. જે વહીવટદારો સોસાયટીના અમુક જ કામો પર ધ્યાન આપે છે. અને છેલ્લાં કેટલાંય વખતથી સોસાયટીના પાયાનાં પ્રશ્નો રોડ-રસ્તા પાણી-ગટર એ કોર્પોરેશનની હદમાં આવ્યા પછી તેમનુૃ કામકાજ વ્યવસ્થિત રીતે સોસાયટીના હિતમાં થાય એ બાબતની તકેદારીઓને નજર અંદાજ કરે છે.
પરિણામે આટલા બધા મકાનો હોવા છતાં અને કેટલાંય અગ્રણીઓ આ સોસાયટીમાં રહેતા હોવા છતાં પાયાના આ પ્રશ્નોનું નિરાકરણ સમયસર થતુ જ નથી. અને એ પ્રશ્નોની ઉપેક્ષા સેવાઈ રહી છે.
રજીસ્ટારેે સોસાયટીના આવા પ્રશ્નો માટે જવાબદાર અધિકારી મુક્યા હોવા છતાં તેની ઉપેક્ષા ન સેવાય છે તે દુઃખદ છે. એવું પણ જાણવા મળ્યુ છે કે અગાઉના વહીવટદાર દ્વારા આટલી મોટી સોસાયટીના સંચાલન માટે વહીવટદાર નહીં પણ સભ્યો દ્વારા ચૂંટાયેલી પાંખના હાથમાં આ સાંપાવુ જાેઈએ તે બાબતે પણ રજીસ્ટ્રાર ઓફ સોસાયટીના રજીસ્ટ્રાર દ્વારા ઉપેક્ષા સેવાઈ રહી છે.
આવા અનેક પ્રશ્નો સાથે બોપલ વિસ્તારમાં આ સોસાયટીનુૃ સંચાલન ચૂંટાયેલા સભ્યો દ્વારા કરાવવુ જાેઈએ. એવી પણ સોસાયટીના સભ્યોની વારંવાર માંગણી થઈ રહી હોવા છતાં આ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો નથી.
ખુબીની વાત એ છે કે આટલી મોટી સોસાયટીના સંચાલન માટે વહીવટદાર અઠવાડીયેે એક દિવસ આવે અને ઘણીવાર પંદર દિવસે આવે તો સોસાયટીના પ્રશ્નોનું જે નિરાકરણ સમયસર થવુ જાેઈએ એ કેવી રીતે થાય?? રાજકીય આગેવાનો પણ સમયાંત્તરે જ્યારે જ્યારે સોસાયટીમાં આવ્યા છ ત્યારે ત્યારે સભ્યોએ તેમની સમક્ષ હૈયાવરાળ ઠાલવી છે.