મેઘના રાજને એનિવર્સરી પર આવી સ્વર્ગસ્થ પતિની યાદ
સૌથી મોટું દુઃખ આપવા છતાં ઈશ્વરને માફ કરશે
મેઘનાએ ચિરંજીવી સાથેની સેલ્ફી શેર કરી છે, જેમાં ચિરંજીવીના હાથમાં કોફી કપ છે અને મેઘના સેલ્ફી ક્લિક કરી રહી છે.
મુંબઈ, કન્નડ એક્ટ્રેસ મેઘના રાજ સરજાએ સ્વર્ગસ્થ પતિ અને કન્નડ સ્ટાર ચિરંજીવી સરજા સાથેની જૂની તસવીર એનિવર્સરી પર શેર કરી છે. સાથે જ તેણે એક નોટ લખી છે જેમાં જીવનનું આટલું મોટું દુઃખ આપવા છતાં ઈશ્વરને કેમ માફી કરી શકશે તે જણાવ્યું છે. મેઘનાએ ચિરંજીવી સાથેની એક સેલ્ફી શેર કરી છે. જેમાં એક્ટરના હાથમાં કોફી કપ છે અને મેઘના સેલ્ફી ક્લિક કરી રહી છે ત્યારે પોઝ આપે છે.
મેઘનાએ વેડિંગ એનિવર્સરી પર પતિને યાદ કરીને ફોટો શેર કરતાં લખ્યું, “જાે હું ઈશ્વરને ક્યારેય માફ કરી શકીશ તેનું એકમાત્ર કારણ એ જ હશે કે તેઓ મારી અને રાયન સાથે યોગ્ય કરે તેમાં તેમને તારા માર્ગદર્શનની જરૂર હશે..હેપી એનિવર્સરી બેબી મા.?? #ChiranjeeviSarja ફેન્સે ચિરંજીવી અને મેઘનાને એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી સાથે જ મેઘનાને મજબૂત મહિલા ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મેઘના અને ચિરંજીવીએ ૧૦ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૨ મે ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ મેઘના છ મહિનાની ગર્ભવતી હતી એ વખતે ચિરંજીવી સરજાનું નિધન થયું હતું. ચિરંજીવીને હાર્ટ અટેક આવતાં તેનું અવસાન થયું હતું. મેઘનાએ ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ દીકરા રાયન રાજ સરજાને જન્મ આપ્યો હતો.
દરમિયાન વર્કફ્રંટની વાત કરીએ તો, મેઘનાએ ચિરંજીવીના બર્થ ડે પર જ પોતાની કમબેક ફિલ્મની જાહેરાત કરી હતી. લગભગ બે વર્ષ બાદ મેઘના ફિલ્મી પડદે વાપસી કરી રહી છે. ચિરંજીવીના બેસ્ટ ફ્રેન્ડ અને ડાયરેક્ટર પન્નાગા ભારનાની આગામી ફિલ્મથી મેઘના વાપસી કરી રહી છે. ફિલ્મમાં મેઘના સાથે વિશાલ જાેવા મળશે. આ સિવાય મેઘના પાસે એક્શન-ડ્રામા ફિલ્મ ‘Buddhivantha-2’ પણ છે જેમાં ઉપેન્દ્ર લીડ રોલમાં હશે.sss