Western Times News

Gujarati News

જમ્મૂ – કાશ્મીરના સોપોરથી લશ્કરનાં ૩ આતંકવાદીઓની ધરપકડ કરાઇ

નવીદિલ્હી, જમ્મૂ-કાશ્મીર પોલીસે ભારતીય સેનાની સાથે એક સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તૈયબાનાં એક આતંકવાદી મોડ્યુલનો પરદાફાર્શ કરી દીધો છે. અને સોપોરનાં હૈગમ ગામથી ૩ આતંકવાદીઓને ઝડપી પાડ્યાં છે. લશ્કર-એ-તૈયબાએ આ ત્રણેય આતંકવાદી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગણી જગ્યાઓ પર પ્રવાસી મજૂરોની હત્યા અને ગ્રેનેડ હુમલાની યોજના બનાવી રહ્યાં હતાં.

એક માહિતી અનુસાર, અલગ અલગ સ્થાનથી સંદિગ્ધ વ્યક્તિઓની પૂછપરછમાં જમ્મૂ કાશ્મીરમાં લક્ષિત હત્યાઓ પાછળ આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબાની ભૂમિકા સ્થાપિત કરવામાં આવી છે.

એમ પણ માલૂમ થયું છે કે, આતંકવાદી સંગઠનો સામાન્ય વિસ્તારમાં આવા જઘન્ય અપરાધોની યોજના ઘડી રહ્યા છે અને આ માટે લશ્કરના આ ત્રણ આતંકવાદીઓને કામ સોંપવામાં આવ્યું હતું. ઇન્ટેલિજન્સ ઇનપુટ્‌સ પર તરત જ કાર્યવાહી કરતા, સુરક્ષા દળોએ ૨ મેના રોજ સોપોરના સામાન્ય વિસ્તારથી શ્રીનગર તરફ ત્રણેયની હિલચાલને અવરોધિત કરી હતી.

૨૯ રાષ્ટ્રીય રાઈફલ્સ (આરઆર) અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત મોબાઈલ વ્હીકલ ચેક પોસ્ટ આ આતંકવાદીઓને પકડવા માટે ઓળખાયેલા માર્ગો અને બાય-વે પર તૈનાત કરવામાં આવી હતી.

જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર પ્રેસ રિલીઝ અનુસાર, ‘૨૨ મે ૨૨ની રાત્રે, ત્રણ વ્યક્તિઓ હૈગુમના સામાન્ય વિસ્તારમાં બગીચામાં શંકાસ્પદ રીતે ફરતા જાેવા મળ્યા હતા. લુકઆઉટ પાર્ટીએ ૨૯ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત મોબાઈલ વાહન ચેકપોસ્ટને એલર્ટ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.