એલજી અને શારદાબેન હોસ્પિટલના દર્દીને સારી ગુણવત્તાવાળો ખોરાક મળશે
SVP હોસ્પિટલમાં કાર્યરત એજન્સીને ચા, કોફી, લંચ અને ડિનરનો કોન્ટ્રાક્ટ અપાશે
(એજન્સી) અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત મણિનગરની એલજી હોસ્પિટલ અને સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને હવે સારી ગુણવત્તાવાળાઓ ખોરાક મળશે.
તાજેતરમાં મળેલી મ્યુનિ. હોસ્પિટલ કમિટીમાં પસાર હોસ્પિટલના દર્દીઓને સારી ગુણવત્તા ધરાવતો ખોરાક પુરો પાડવા માટે હાલની એજન્સીને બદલવાનો નિર્ણય લેવાયો હતો.
અત્યારે મેસર્સ ટન સ્ટોન ફાઉન્ડેશન દ્વારા એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલના ઇનડોર દર્દીઓને ચા, કોફી, લંચ અને ડિનર પુરા પડાય છે. જાેકે આ એજન્સીની કામગીરીથી દર્દીઓને સંતોષ નહોતો. દર્દીઓને પૂરો પડાતો ખોરાક હલકી ગુણવત્તા ધરાવતો લાગતો હતો, જેને કારણે તંત્ર સુધી અનેક ફરિયાદો જતી હતી. છેવટે સત્તાવાળાઓએ એજન્સી બદલવાનો નિર્ણય લીધો હતો.
જે મુજબ એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલના દર્દીઓને એસવીપી હોસ્પિટલના દર્દીઓને ચા, કોફી, લંચ અને ડિનર પૂરા પાડતી એજન્સી જ ચા, કોફી, લંચ અને ડિનર આપશે. એસવીપી હોસ્પિટલની એજન્સી મેસર્સ એપોલો સિંદૂરી હોટલ્સ પ્રા.લિ.ને બંને હોસ્પિટલ માટે દર્દી દીઠ રૂ.૯૦ વત્તા લાગુ પડતો ટેક્સ તંત્ર દ્વારા ચૂકવાશે.
આ એજન્સી દ્વારા સાંજે ચાર વાગ્યે એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલના દર્દીઓને ચા-કોફી પણ પૂરા પડાશે. આગામી ગુરુવાર તા.૫ મેએ મળનાર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ હોસ્પિટલ કમિટીમાં મંજૂર થયેલો ઠરાવ મંજૂરી માટે મુકાયો છે.
એલજીમાં ૮૦૦ અને શારદાબેનમાં ૩૫૦ ઇનડોર પેશન્ટ ઃ એલજી હોસ્પિટલમાં રોજના સરેરાશ ૮૦૦ ઇનડોર દર્દી અને શારદાબહેનમાં રોજના સરેરાશ ૮૦૦ ઇનડોર દર્દી અને શારદાબહેનમાં રોજના સરેરાશ ૩૫૦ ઇનડોર દર્દી નોંધાય છે એટલે આ બંને હોસ્પિટલમાં મળીને રોજના સરેરાશ ૧૧૫૦ ઇનડોર દર્દીઓને એસવીપી હોસ્પિટલના દર્દીઓની સમકક્ષ ખોરાક અપાશે.
બંને હોસ્પિટલની ઇમેજમાં સુધારો થશે ઃ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલની શહેરીજનોમાં છાપ એક કોર્પોરેટ હોસ્પિટલ જેવી છે. કોરોનાકાળમાં પણ કોર્પોરેટરો અને ધારાસભ્યો પણ સાજા થવા માટે સિવિલ કો સોલા સિવિલને બદલે એસવીપી હોસ્પિટલને વધુ પસંદ કરતા હતા એટલે આ હોસ્પિટલના દર્દીઓને ખોરાક પૂરો પાડતી એજન્સી જાે એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલના દર્દીઓને ખોરાક પૂરો પાડશે તો શહેરીજનોમાં આ બંને હોસ્પિટલની ઇમેજમાં સુધારો થસે તેવો પણ મ્યુનિ. સત્તાધીશોનો આશય છે.