ધર્મેન્દ્ર ફિલ્મ ક્રોધીના સેટ પર સુભાષ ધાઈ પર એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમને જાહેરમાં લાફા મારી દીધા હતા.
ફિલ્મ ક્રોધીના સેટ પર ધર્મેન્દ્ર અને સુભાષ ધાઈ વચ્ચે થયો હતો.
ઝઘડો હેમાને બિકિની પહેરવાનું કહેતા ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા.
મુંબઈ, બોલિવુડમાં ઘણી વખત સેલિબ્રિટીઓ વચ્ચે ઝઘડા થયાના અહેવાલ આવતા રહે છે. ઘણી વખત મારામારી સુધી પણ વાત પહોંચી જતી હોય છે. પોતાના દબંગ અંદાજ માટે જાણીતા રહેલા ધર્મેન્દ્રની સાથે પણ ઘણા આવા વિવાદો જાેડાયેલા છે. કહેવાય છે કે, ધર્મેન્દ્ર ઘણા ગુસ્સાવાળા છે. તેમના ગુસ્સાની આવી જ એક ઘટના એ સમયે ચર્ચામાં રહી હતી, જ્યારે તેમણે ડાયરેક્ટર સુભાષ ધાઈને લાફા મારી દીધો હતો.
ધર્મેન્દ્ર અને સુભાષ ધાઈ વચ્ચેના આ ઝઘડાની ઘટના લગભગ ૪૦ વર્ષ જૂની છે. વર્ષ ૧૯૮૧માં ધર્મેન્દ્ર, હેમા માલિની, જીનત અમાન અને શશિ કપૂર સ્ટારર ફિલ્મ ‘ક્રોધી’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મનું ડાયરેક્શન સુભાષ ધાઈ કહી રહ્યા હતા. ત્યારે ધર્મેન્દ્રએ તેમની પત્ની હેમા માલિનીના કારણે સુભાષ ધાઈને થપ્પડ મારી દીધી હતી. જ્યારે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિની લગ્ન કરી ચૂક્યા હતા.
ફિલ્મમાં હેમા માલિનીના કેટલાક સીન્સ પૂલમાં શૂટ કરવાના હતા. તેના માટે સુભાષ ધાઈએ હેમા માલિનીને બિકિની પહેરવા માટે કહ્યું હતું. હેમાએ બિકિની પહેરવાનો ઈનકાર કરી દીધો. જાેકે, જ્યારે ધાઈએ જણાવ્યું કે, આ સીન પૂલમાં શૂટ કરવાનો છે, તો તે પછી હેમા રિવીલિંગ ડ્રેસ પહેરવા તૈયાર થયાં. પરંતુ, જ્યારે આ વાતની ધર્મેન્દ્રને જાણ થઈ તો તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
જણાવાયા મુજબ, તે પછી ધર્મેન્દ્રએ ફિલ્મના સેટ પર જ સુભાષ ધાઈને ઘણા લાફા મારી દીધા હતા. જ્યારે ધર્મેન્દ્રએ સુભાષ ધાઈને મારવાનું બંધ ન કર્યું, તો ફિલ્મના પ્રોડ્યુસર રંજીક ર્વિક વચ્ચે પડ્યા. રંજીત ર્વિક ધર્મેન્દ્રના સારા મિત્ર હતા, એટલે તેમની વાત માની ધર્મેન્દ્રએ ધાઈને મારવાનું બંધ કર્યું. જાેકે, મારવાનું બંધ કર્યા પછી ધર્મેન્દ્રએ સુભાઈ ધાઈને કડક ચેતવણી પણ આપી હતી.
આ ઘટના પછી સુભાષ ધાઈ એટલા ડરી ગયાહ તા કે તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટમાંથી તે પૂલવાળો સીન જ ડિલીટ કરી દીધો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ધર્મેન્દ્ર હવે કરણ જાેહરના ડાયરેક્શનમાં બનનારી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જાેવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન અને શબાના આઝમી મુખ્ય ભૂમિકાઓમાં છે. તે ઉપરાંત ધર્મેન્દ્ર ટૂંક સમયમાં જ પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘અપને-૨’માં પણ કામ કરશે.SSS