Western Times News

Gujarati News

ભરૂચમાં રોડની સાઈડ પર આવેલી ખુલ્લી ગટરો મૂંગા પશુઓ માટે જીવલેણ બની

ભરૂચના લિંકરોડ ઉપર આવેલ અંબાજી મંદિર નજીકની ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતાં ગટરના સ્લેબના સળિયા કાપીને બહાર કાઢવામાં આવી.

ચોમાસાની ઋતુ પહેલા જાહેરમાર્ગો ઉપરની ખુલ્લી ગટરો બંધ કરવા લોક માંગ.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ શહેરમાં રખડતા ઢોળો તોફાને ચડતા હોય છે પરંતુ હવે ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ખુલ્લી ગટરોમાં પણ મુંગા અબોલ પશુઓ ખાબકી રહ્યા છે.ત્યારે બુધવારના રોજ લિંકરોડ ઉપરની ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતા તેને લોખંડના સળિયા અને સ્લેબ તોડી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત રીતે છોડવામાં આવી હતી.ત્યારે ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતી ખુલ્લી ગટરો ચોમાસાની ઋતુ પહેલા તાત્કાલિક મરામત કરી બંધ કરાવે તેવી માંગ ઉઠી છે.

ભરૂચ શહેરના લીંકરોડ ઉપર આવેલ અંબાજી મંદિર પાસે રોડની સાઈડની બાજુ માંથી ગટર પસાર છે અને આ ગટર ઉપરથી પસાર થતી ગાય એકાએક ગટરમાં ખાબકી ગઈ હતી.જેના કારણે ગાયને કાંસ માંથી કાઢવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટર અને ગૌરક્ષક સમિતિના કાર્યકરોએ કાંસમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ગાયને બચાવવા માટે ગટરનો કેટલો હીસ્સો તોડવા સાથે લોખંડના સળિયા પણ કાપીને એક થી દોઢ કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં સફળતા મળી હતી.પરંતુ ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી અને પશુ પાલકોની બેદરકારી સામે ગૌરક્ષક સમિતિના અનિલ મહેતાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે તુલસીધામ, કસક, કોલેજ રોડ, સુપર માર્કેટ,પાંચબતી,સેવાશ્રમ રોડ,લિંકરોડ,શ્રવણ ચોકડી,સિવિલ રોડ,કતોપોર બજાર સહિત અનેક જાહેરમાર્ગોના વિસ્તારોના રોડની સાઈડ ઉપર આવેલી ગટરો રખડતા ઢોરો,વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માત ઝોન બની ગઈ છે.ત્યારે ભરૂચ નગર પાલિકા પણ આવી ખુલ્લી ગટરોની ચોમાસાની ઋતુ પહેલા તાત્કાલિક મારામત કરાવી બંધ કરાવે તેવી માંગ ઉઠી રહી છે.ત્યારે તંત્રની ગંભીર બેદરકારીના કારણે અબોલ મૂંગા પશુઓ ખુલ્લી કાંસમાં ખાબકતા અટકી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.