વદ્યાર્થીઓને નિઃશુલ્ક ટ્યૂશન આપતા શિક્ષકોની તાલીમ શિબિર યોજાઈ

ડાકોર,તા.રપ અને ર૬ એપ્રિલ ર૦રર દરમિયાન ડોન બોસ્કો કપડવંજ તથા આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર સાથે સ્વૈચ્છિક રીતે સંકળાયેલા ર૦ શિક્ષકોનો તાલીમ શિબિર માઉન્ટ આબુ ખાતે સંપન્ન થયો હતો.
ખેડા તથા આણંદ જીલ્લાના જુદા જુદા ગામોમાં નબળા વગોના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટયૂશન સેવા આપીને નબળા વર્ગોના શિક્ષણને મજબુત કરવાના અભિયાનમાં જાેતરાયેલા આ શિક્ષકોને ઉનાળું વેકેશન દરમિયાન પોતપોતાના કાર્યક્ષેત્રમાં ૧૦ દિવસના સમર કેમ્પનું આયોજન તથા તે દ્વારા વિદ્યાર્થીઓમાં જે જીવનમૂલ્યો ઉતારવાના છે તે વિશે સજ્જ કરાયા હતા.