સંતરામપુર તાલુકાના ૧૦૯ ગામોમાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે
લુણાવાડાઃકડાણા જુથ પાણી પુરવઠા યોજના ભાગ-૧ અને ભાગ-૨ મારફત કડાણા અને સંતરામપુર તાલુકાના ૧૦૯ ગામોમાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો હતો.
પરંતુ યોજનાના મુખ્ય ભાગ ઇન્ટેકવેલ ખાતે પંપીંગ મશીનરી ક્ષતિગ્રસ્ત થવાના કારણે પાણી પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા ખોરવાયેલ હતી. જેના નીરાકરણ માટે જરૂરીયાત મંદ ગામોને ટેન્કરની વૈકલ્પિક વ્યવથાથી પાણી પુરૂ પાડી ઉભી થયેલ મુશ્કેલીનુ આંશીક નિરાકરણ લાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
સમાંતરે ઇન્ટેકવેલ ખાતે પંપિંગ મશીનરી પુર્વવત રીતે કાર્યરત થાય તે માટેના પ્રયત્નો પ્રગતિમાં હતાં. તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજ ઇન્ટેકવેલ કડાણા ખાતે પંપિંગ મશીનરીઓ કાર્યરત થયેલ છે તથા લાભાર્થી ગામોને પુર્વવત પાણી પુરવઠો પુરો પાડવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આમ યોજના હસ્તકના કુલ-૧૦૯ ગામોને હવે પુર્વવત નિયમિત પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે.
કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, લુણાવાડા મહીસાગરની અખબારી યાદીમાં જણાવાયું છે.