Western Times News

Gujarati News

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કોબા ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાયો..

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી કોબા ખાતે કારણ સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો.મહંત સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામી, સં. શિ. શ્રી દિવ્યચરણદાસજી સ્વામી, સં. શિ. શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, સં. શિ. શ્રી વિશ્વેશ્વરદાસજી સ્વામી સત્સંગ કાર્યક્રમમાં પધાર્યા હતા. સં. શિ. શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય અમૃતવાણી વચનામૃતની કથા કરી હતી.જ્યારે મહંત સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે માનવજીવનમાં સત્સંગથી ઈમ્યુનીટી પાવર વધે છે, સત્સંગથી શુધ્ધ વિચારો પણ આવે છે અને સંસ્કૃતિ પણ જળવાય છે. મનુષ્યે જીવનમાં સ્નેહ, સંપ રાખી કુસંગ અને વ્યસનોને તિલાંજલિ આપવી.શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી શ્રી મથુરભાઈ પટેલની પુણ્યતિથિએ શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.