પાટણમાં ક્રિટીકલ અને સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા 43 રેડ ઝોન અને 29 યલો ઝોન જાહેર
માહિતી બ્યુરો, પાટણ,પાટણ જિલ્લાના 72 ઝોન પૈકી 43 ઝોનને રેડ ઝોન તથા 29 ઝોનને યલો ઝોનમાં વિભાજીત કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી(ઈન્ટેલીજન્સ), સ્ટેટ ઈન્ટેલીજન્સ બ્યુરો, ગાંધીનગરના પત્રથી પાટણ શહેર તથા જિલ્લાના વિસ્તારમાં આવેલા ક્રિટીકલ અને સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશનને રેડ ઝોન, યલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરી માહિતી મોકલી આપવામાં આવી હતી.
આ સબંધે પોલીસ અધિક્ષકશ્રી, પાટણ પાસે અભિપ્રાય મંગાવતા જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. જેથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 (1974ના નં.2)ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી
સમગ્ર પાટણ જિલ્લામાં કુલ 72 વિસ્તારોને રેડ ઝોન તથા યલો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામું આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે આઈ.પી.સી. કલમ-188 મુજબ ફરીયાદ માંડવામાં આવશે.