બેરોજગારી ઘટાડવા માટે હાથી મસાલા દ્વારા અનોખી પહેલ
અમદાવાદઃ ભારતના શિક્ષિતો આજે બેરોજગારીની પડકારરૂપ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે ત્યારે મસાલા ક્ષેત્રે અગ્રણી એવી હાથી મસાલા એ રોજગાર વધારવા અને નવી રોજગારીની તકોના સર્જનને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ કરી છે જે અંતર્ગત તે કોઇપણ ઉંમરની, જાતીની સ્ત્રી અને પુરૂષ કાર્યક્ષમ નોકરીઇચ્છુક શિક્ષિત વ્યક્તિને સેલ્સ પર્સન (વેચાણકર્તા વ્યક્તિ) તરીકે વિનામુલ્યે તાલીમ ની સાથે રોજગારી પુરી પાડી બેરોજગારી ઘટાડવામાં અનોખી પહેલ કરશે.
આજે મોટાભાગના ઉદ્યોગો કાર્યદક્ષ, વ્યાવસાયિક કૂશળ અને ભરોસાપાત્ર લોકોની અછતનો સામનો કરી રહ્યા છે. હાથી મસાલાએ આ અછતને દૂર કરવા પહેલ કરી છે. જેમાં પ્રત્યેક વ્યક્તિને એક સરળ પરિક્ષા પાસ કરવાની રહેશે જેને ઉદ્યોગના આગેવાનો, નિષ્ણાંતો અને વ્યાવસાયિકો દ્વારા તાલીમ અપાશે. જે ૩૦ દિવસની ઓનલાઇન, ઓફલાઇન અને કાર્યક્ષેત્ર પર રૂબરૂ સઘન તાલીમ રહેશે.
તાલીમમાં સારું કામ કરનારા લોકોને હાથી મસાલા અને અન્ય કંપનીઓમાંથી નોકરીની તક પણ મળશે. આ અનોખો પ્રયાસ ગુજરાતના વિવિધ શહેરોમાં હાથ ધરાશે.નોંધનીય છે કે, આમાં ભાગ લેનાર કોઇપણ વ્યક્તિએ ખર્ચ નથી આપવાનો. આ રોજગારલક્ષી તાલીમ હાથી મસાલા દ્વારા યોજાશે. ઉલ્લેખનીય છે કે, હાથી મસાલા બેરોજગારી ઘટાડવાના આ અનોખા પ્રયાસમાં દર ત્રણ મહિને ૪૦-૮૦ વ્યક્તિઓને સેલ્સપર્સન તરીકેની તાલીમ આપી રોજગારી પુરી પાડી કૌશલ્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે.