Western Times News

Gujarati News

બોલર્સનું શાનદાર પ્રદર્શન, બેંગલોરે ચેન્નઈને હરાવ્યું

બેંગલોરના ૧૭૩ રનના સ્કોર સામે ચેન્નઈના ૧૬૦ રન.

બેંગલોરે બેટિંગ અને બોલિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું, બેંગલોર માટે હર્ષલ પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી.

નવી દિલ્હી,IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં બુધવારે RCB અને CSK વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં ફાફ ડુપ્લેસિસની આગેવાનીવાળી બેંગલોર ટીમે ૧૩ રને વિજય નોંધાવ્યો હતો. બેંગલોરે બેટિંગ અને બોલિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું. આઈપીએલ-૨૦૨૨માં પૂણે ખાતે બુધવારે રમાયેલી મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

બેંગલોરે નિર્ધારીત ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં મહિપાલ લોમરોરે સૌથી વધુ ૪૨ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૦ રન નોંધાવી શકી હતી. ડેવોન કોનવેએ આક્રમક અડધી સદી ફટકારી હતી પરંતુ તેની તે અડધી સદી એળે ગઈ હતી. ૧૭૪ રનના લક્ષ્યાંક સામે ચેન્નઈની શરૂઆત તો શાનદાર રહી હતી. ઋતુરાજ ગાયકવાડ અને કોનવેની જાેડીએ ૬.૪ ઓવરમાં ૫૪ રનની ભાગીદારી નોંધાવી હતી. ગાયકવાડ ૨૩ બોલમાં ૨૮ રન નોંધાવીને આઉટ થયો હતો.

ટીમ આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા રોબિન ઉથપ્પા પણ એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. કોનવેએ પોતીની અડધી સદી પૂરી કરી હતી. તેણે ટીમ માટે સૌથી વધુ રન નોંધાવતા ૩૭ બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સર સાથે ૫૬ રનની ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ મોઈન અલીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પ્રયાસો સફળ રહ્યા ન હતા. તેણે ૨૭ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર સાથે ૩૪ રન ફટકાર્યા હતા. જ્યારે અંબાતી રાયડુએ ૧૦ રનનું યોગદાન આપ્યું હતું. ડ્‌વેઈન પ્રીટોરિયસ ૧૩ રન નોંધાવીને આઉટ થયો હતો.

રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ નિરાશ કર્યા હતા. જાડેજા ત્રણ અને સુકાની ધોનીએ બે રનનું યોગદાન આપ્યું હતું. બેંગલોર માટે હર્ષલ પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે ગ્લેન મેક્સવેલે બે અને શાહબાઝ અહેમદ, જાેશ હેઝલવૂડ અને વાનિન્દુ હસારંગાને એક-એક સફળતા મળી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. બેંગલોરનો કોઈ બેટર અડધી સદી ફટકારી શક્યો ન હતો પરંતુ નાની નાની ઈનિંગ્સ દ્વારા ટીમનો સ્કોર મજબૂત બન્યો હતો. બેંગલોરે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

જેમાં મહિપાલ લોમરોરે સૌથી વધુ ૪૨ રન નોંધાવ્યા હતા. ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. વિરાટ કોહલી અને સુકાની ફાફ ડુપ્લેસિસની જાેડી ઓપનિંગમાં આવી હતી. આ જાેડીએ ૭.૨ ઓવરમાં ૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલીએ ૩૩ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૩૦ રન નોંધાવ્યા હતા જ્યારે ડુપ્લેસિસે ૨૨ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સાથે ૩૮ રનની ઈનિંગ્સ રમી હતી. ગ્લેન મેક્સવેલ ત્રણ રન નોંધાવીને રન આઉટ થયો હતો.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.