Western Times News

Gujarati News

બે ગોલ્ડ મેડલ સાથે નડિયાદને રાષ્ટ્રીય સ્તરે ચમકાવતો નીલ

ઇન્ડિયા કોસ્ટ એકાઉન્ટ્સ ની ઇન્ટરમીડીએટ એક્ઝામ મેળવી જવલંત સિદ્ધિ 

ભારત દેશ મા ટોપર બની કલકત્તા  મા મેળવ્યા  પાંચ પુરસ્કાર

સાક્ષરભૂમિ નડિયાદ ના નીલ નામના યુવકે સમગ્ર ભારત મા નડિયાદ જ નહિ ગુજરાત નું ગૌરવ વધારતા ધ  ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટટન્ટ  ઓફ ઇન્ડિયા મા રાષ્ટ્રીય ટોપર બની બે ગોલ્ડ મેડલ સહીત પાંચ પુરસ્કાર મેળવ્યા છે.નડિયાદ નાઆ યુવા સાક્ષરે કોસ્ટ એકાઉન્ટ્સ મા ગજબ નું કાઠું કાઢ્યું છે. અને નડિયાદ નું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે.

કલકત્તા મા મળેલ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ના સત્રાંત વિદ્યાર્થી સંમેલન મા સીલેબસ 2016 ના પાસ આઉટ,ઇન્ટરમીડીએટ એક્ઝામ 2019 ના કોન્વોકેશન ના મુખ્ય મહેમાન રાજ્યપાલ જગદીપ ધાનખર ની ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દેશ ના વિધાર્થીઓ આ રાષ્ટ્રીય કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ની પરીક્ષામાં ભાગ લીધો હતો.

ગુજરાત રાજ્ય ના સાક્ષર નગર નડિયાદ ના પ્રતિભાશાળી યુવાન નીલ કોરેશ  ક્રિશ્ચિયન, જયપ્રભુ સોસાયટી  પવનચક્કી રોડ નડિયાદ પણ આ કોર્સ મા જોડાયેલા હતાં. પિતા કોરસ અને એડવોકેટ અને નોટરી માતા મેઘા ના માર્ગદર્શન મા અભ્યાસરત નીલ દ્વારા ખુબજ કઠિન મહેનત કરી દેશ મા ટોપર બન્યો હતો. બે ગોલ્ડ મેડલ અને અન્ય ત્રણ પુરસ્કાર સહીત પાંચ પુરસ્કાર મેળવનારો દેશ નો પહેલો નડીઆદી અને પહેલો ગુજરાતી બન્યો છે

પ્રથમ ફાઉન્ડેશન અને અત્યારે ઇન્ટરમીડીએટ ઉત્કૃષ્ઠ પ્રદર્શન બાદ C.M. A ફાઇનલ ની તૈયારી અને લગભગ આજ રીતે  પ્રદર્શન માટે નો આશાવાદ નીલ અને માતાપિતા એ વ્યક્ત કર્યો છે કોન્વોકેશન મા માતાપિતા સાથે હાજરી આપવા સંસ્થા દ્વારા વિશેષ લાગણી વ્યક્ત કરતા કોરેશ  અને તેમના પત્ની મેઘા  કલકતા પહોંચ્યા હતાં. નડિયાદ પરત આવેલા કોરસ સાથે વાતચીત મા જણાવ્યું હતું કે કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ના વિદ્યાર્થી માટે ખુબજ પડકાર જનક એક્ઝામ હોય છે. પરંતુ નીલ દ્વારા આધુનિક વાતાવરણ મા પણ મોટા મોટા પુસ્તકો મા નાના અક્ષર મા છપાયેલ જ્ઞાન મેળવવા માટે ખુબજ ધૈર્યથી ખંત અને ચીવટ થી મહેનત કરી છે દિવસ મા 24 કલાક પણ ઓછા પડતા હતાં છતાં ધગશ ના કારણે આજે નીલ પરિણામ મેળવી સમગ્ર દેશ મા નામના સાથે ગોલ્ડ મેડલ અને પુરસ્કાર મેળવ્યા છે.જેનું ગૌરવ છે પરિવાર અને સર્કલ મા પણ ખુબજ આનંદ ની લાગણી વ્યક્ત કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.