ખેડબ્રહ્માના ભરમિયા ગામે થી દેશી દારૂ પકડાયો
ખેરોજ પોલીસ સ્ટેશનના આ.લો.ર. રાકેશ ભાઈ મનજીભાઈ અ.હે.કો. દિનેશભાઈ સુરજીભાઈ, આ.પો.કો. નરેશભાઈ લાડુભાઈ તથા અ.પો.કો કિરણભાઈ લાલજીભાઈ વિગેરે ખેરોજ પોલીસ મથકની બીટ નંબર 1 માં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
તે દરમિયાન બાતમી મળતા તેઓ ભરમિયા ગામ ના ગૂન્ગણા ફળોમાં રહેતા આરોપી લખાભાઇ મીના ભાઈ ડામોર ના ઘરે જઈ તપાસ કરતાં ઘરના અંદર એક ખૂણામાં પ્લાસ્ટિકના કેરબા માંથી દેશી દારૂ લીટર 25 કિંમત રૂપિયા 500 મળી આવતાં આલોર રાકેશ ભાઈ મનજીભાઈ એ પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી હતી.