Western Times News

Gujarati News

International day of Midwifesની ઉજવણી દ્વારા સમર્પિત સેવાઓને બિરદાવવામાં આવી

સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં ૧૨ નર્સિંગ પ્રેક્ટીશનર Midwifes સગર્ભા પ્રસૂતાઓ અને શિશુઓ ની આરોગ્ય સંભાળ લઈ રહી છે…

વડોદરા, સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેન્નાની પ્રસૂતિ ગૃહ ખાતે આજે International day of Midwifesની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને આ વ્યવસાયિકો દ્વારા સગર્ભાઓ, પ્રસૂતાઓ અને તેમના શિશુઓ ના આરોગ્ય ની રક્ષા તેમજ સ્વસ્થ ઉછેર માટે આપવામાં આવતી સમર્પિત સેવાઓ ને બિરદાવવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં મારા સહિત ૧૨ નર્સિંગ પ્રેક્ટિશનર મીડ વાઇવસ સેવાઓ આપી રહી છે તેવી જાણકારી આપતાં ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ વિજેતા ભાનુબેન ઘીવાલાએ જણાવ્યું કે ત્રણ વર્ષના જનરલ નર્સિંગ પછી એન.પી.એમ.નો ખાસ કોર્સ કરીને આ લાયકાત મેળવી શકાય છે. આ અનુસ્નાતક ગણી શકાય એ પ્રકારનો કોર્સ છે.અમારું મુખ્ય કામ સલામત અને સરળ પ્રસૂતિ માટે જરૂરી કાળજી લેવાનો અને ખાસ કરીને સગર્ભાઓ ના મનમાં થી પ્રસૂતિનો ડર અને ગેર માન્યતાઓ નિવારી સ્વસ્થ માતૃત્વ માટે તેમને સજ્જ કરવાનું છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય તંત્રમાં ૩૭૫ જેટલી એન.પી.એમ.કાર્યરત છે તેવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે ૨૦૧૯ માં રાજ્યના તત્કાલીન આરોગ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ એ અમને કુદરતી પ્રસૂતિ નેચરલ બર્થીંગ ની નવીન વિભાવનાઓ ની તાલીમ અપાવી જે આજે સલામત અને કુદરતી પ્રસૂતિ કરાવવામાં ખૂબ મદદરૂપ બની રહી છે.આ તાલીમથી પ્રસૂતિ વિષયક ઘણી બધી ગેર માન્યતાઓ અને રૂઢિગત પરંપરાઓ નિવારી ને પ્રસૂતા અને નવજાત ની સલામત આરોગ્ય કાળજી લેવામાં આવી રહી છે.આ પદ્ધતિની સફળતાનો અભ્યાસ અને દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે અગાઉ જન્મ પછી તુરત જ નાળ કાપીને બચ્ચાને વોર્મરમાં મૂકવામાં આવતું હતું.નેચરલ બર્થિંગમાં જન્મ પછી બચ્ચા ને નાળ સોતું માતાના ઉદર ( પેટ) પર સુવડાવી રાખવામાં આવે છે.પરિણામે બચ્ચું ગર્ભ બહારના વાતાવરણ સાથે સરળતા થી અનુકૂળ થાય છે અને તે પછી ગર્ભ નાળ કાપવામાં આવે છે.આ નવી પરંપરાઓ માતા અને બાળકની તંદુરસ્તી અને આરોગ્ય સાચવવામાં બહેતર જણાઈ છે.સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે અમારી એન.પી.એમ.બહેનો એ કોરોના કાળમાં પણ ખૂબ સમર્પિત સેવાઓ આપી છે.હું આ લોકોના સેવાભાવને બિરદાવું છું અને આ દિવસના અભિનંદન આપું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.