દેવ.બારિયા ની ૧૭ શાળાના ૮૦૦ વિધ્યાર્થીને એફ.એન.એલ ગૃહકાર્યપોથીનુ વિતરણ
દે.બારીઆની ખેડાફળિયા સિંગોર પ્રાથમિક શાળા ખાતે એફએનએલ ગૃહકાર્યપોથીનુ વિમોચન કરવામાં આવ્યું હતું.
દેવ.બારીઆ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એલ.ભરવાડ, બી.આર.સી ધર્મેશ એન.પટેલ,શૈક્ષિક મહાસંઘ મહામંત્રી નિતેશભાઈ પટેલ કાળીડુંગળી પગાર કેન્દ્ર આચાર્ય અશ્વિનસિંહ ઠાકોર ,સી.આર.સી સુરજસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ જાદવ દ્વારા F.N.L.ગૃહકાર્યપોથી નું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ ગૃહકાર્યપોથી ખેડા ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શૈલેષભાઈ હરિજન તથા ભાનુબેન સોલંકી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે બાળકો વેકેશનમાં શીખેલું ભૂલી ન જાય અને કોરોનાકાળમાં થયેલ લર્નિંગ લોશને ઘટાડવો આ તેમનો મુખ્ય ઉદ્દેશ છે આ ગૃહકાર્યપોથી નિર્માણમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખ દ્વારા પ્રેરક અને માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી.
દાહોદ જિલ્લા શૈક્ષિક મહાસંઘ મંત્રી મિતેશભાઇ પટેલ શૈલેષભાઈ હરિજનના આર્થિક સહયોગથી કાળીડુંગળી પગાર કેન્દ્રની ૧૭ શાળાના ૮૦૦ બાળકોને આ ગૃહકાર્યપોથી પહોંચાડવામાં આવી હતી.