Western Times News

Gujarati News

રાજ્યમાં જધન્ય ગુનાઓ કરનારને કોઇ સ્થાન નથીઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષીત કરવા ના મક્કમ નિર્ધાર સાથે મુખયમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં.

રાજ્ય સરકારની ઇચ્છાશક્તીના પરિણામે તાજેતરમા સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં નામ.કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની ફરમાવી છે. તે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે. ગૃહ મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં આવા જધન્ય ગુનાઓ કરનારને રાજ્ય સરકાર ક્યારેય બક્ષવા માંગતી નથી.

આજે આવેલ આ ચૂકાદાનો ભય કોઇપણ ગુનો કરનાર આરોપીના મગજમાં રહેશે. જેના પરીણામે ગુનો કરતા ફફડશે. ગ્રિષ્માના માતા-પિતાને તેમના ઘરે જઇ ઝડપી ન્યાય અપાવવા મે આપેલુ વચન આજે પુર્ણ થયું છે. આરોપી ફેનિલને આજે ફાંસિની સજા થતા અમે આપેલુ વચન આજે પૂર્ણ થયુ છે. જેનો અમને સંતોષ છે. ગ્રીષ્માના માતા-પિતાને આપેલ ખાતરી મુજબ મારા આવતીકાલ સવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી તેમના નિવાસસ્થાને જઇ તેમને વંદન કરવા હું જવાનો છું.

ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યુ કે, આ ઘટનામાં મળેલ ન્યાયને પરિણામે આ લડાઇ રાજ્ય સરકાર આગળ વધારશે. ગુજરાતમાં કોઇ પણ ગુનો બનશે તો ગુનેગારોને કડક સજા અપાવવા અને ભોગબનનારને ન્યાય અપાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહેશે. રાજ્યમા આવી એક પણ ઘટના બને એ સારૂ નથી.

ગૃહ મંત્રી તરીકે મારી જવાબદારી અને મારૂ લક્ષ્ય છે કે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકાર નવી સ્ટ્રેટેજીથી કામ કરવા સઘન આયોજન કરશે. મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, સુરત ગ્રામ્યના પાસોદરા ખાતે તા.૧૨/૦૨/૨૦૨૨ ના રોજ સાંજના ૦૬.૩૦ કલાકે લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષની યુવતી ગ્રિષ્મા નંદલાલ વેકરીયાની આરોપી ફેનિલ પંકજભાઇ ગોયાણી દ્વારા એકતરફી પ્રેમમાં જાહેરમાં ગળુ કાપી કરપીણ હત્યા કરાઇ હતી.

યુવતિના ભાઇ ધ્રુવ નંદલાલ વેકરીયા તેમજ યુવતીના મોટાબાપુ સુભાષભાઇને પણ આરોપી દ્વારા ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતા જ પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી આરોપીને સ્થળ પરથી પકડી લીધો હતો.

આ ગંભીર બનાવનો લાઇવ વિડીયો પણ સોશિયલ મીડીયા અને સમાચાર માધ્યમોમાં વાયરલ થતા જે હત્યાને લઇ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને ચારે તરફથી સામાજીક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, વેપારી સંગઠનના આગેવાનો, સ્થાનિક આગેવાનો સહીત રાજ્ય ભરના નાગરિકોએ આ બનાવને વખોડી કાઢયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.