Western Times News

Gujarati News

પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર એપોઈન્ટમેન્ટમાં પ૦ ટકાનો વધારો

વેકેશનમાં વિદેશ ફરવાની લોકોએ તૈયારી કરતાં પાસપોર્ટ માટે ઘસારો

(એજન્સી)અમદાવાદ, લગભગ બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ રહેતા ગુજરાતીઓ વિદેશ ફરવા જઈ શકયા નહોતા હવે કોરોના કાબુમાં આવી જતા અને ઈન્ટરનેટશનલ ફલાઈટ શરૂ થઈ જતા લોકોએ વિદેશ ફરવા જવાના પ્લાન ઘડી નાખ્યા છે. જેને પગલે પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર પાસપોટ માટેનો ઘસારો વધ્યો છે.

પહેલા બીજા દિવસે જ એપોઈન્ટમેન્ટ મળી જતી હતી. તેના બદલે હવે આપણને માટે પણ બે ત્રણ દિવસ રાહ જાેવી પડી રહી છે. પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર મોટા પ્રમાણમાં અરજદારો આવી રહયા છે. વિદેશ ફરવા જવા ઉપરાંત વિદેશ ફરવા જનારા વિધાર્થીઓ ઘસારો પણ વધી રહયો છે. વર્તમાન સમયે પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર રોજની ૧પ૦૦થી વધુ ફાઈલો કિલયર થાય છે.

સામાન્ય દિવસોમાં પણ ગુજરાત પાસપોર્ટ ઓફીસ દ્વારા વર્ષે દહાડે ૬ લાખથી વધુ પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવે છે. જાેકે, લગભગ બે વર્ષ સુધી ચાલેલી મહામારીને કારણે લાંબા સમય સુધી પાસપોર્ટ ઓફીસ બંધ કરી રહી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ પાસપોર્ટ ઓફીસ અને સહાયતા કેન્દ્રો શરૂ કરાયા હતા અને અનિવાર્ય સંજાેગોમાં પાસપોર્ટ કઢાવવો જરૂરી હોય તેવા લોકોને જ એપોઈન્મેન્ટ આપવામાં આવતી હતી.

ધીરે-ધીરે રોગચાળો કાબુમાં આવ્યો અને પ૦ ટકા સ્ટાફ સાથે ઓફીસો શરૂ થઈ એન પાસપોર્ટ માટે પ૦ ટકાની માત્રામાં એપોઈન્ટમેન્ટ પણ આપવામાં આપવાનું શરૂ થયું. હવે કોરોના લગભગ કાબુમાં આવી ગયો છે. અને તમામ પ્રતીબંધ હટાવી દેવામાં ાઅવ્યા છે. ઈન્ટરશનેશનલ ફલાઈટ શરૂ થઈ ગઈ છે. વિધાર્થીઓ સાથે બિઝનેસમેન અને ટુરીસ્ટ વિઝા પર પણ લોકો વિદેશ જતા થઈ ગયા છે.

હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓને બે વર્ષથી વિદેશ જવા મળ્યું નહોતું. ચાલુ વર્ષે વેકેશનમાં વિદેશ જવાનું નકકી કરી દીધું હોવાથી પાસપોર્ટ માટે એપોઈન્ટમેન્ટનો ઘસારો વધ્યો છે. જેને પગલે બીજા દિવસે મળતી એપોઈન્મેન્ટ માટે હવે બે ત્રણ દિવસ વાટ જાેવી પડે છે.

પાસપોર્ટ ઓફીસ ખાતે જાણવા મળતી માહીતી મુજબ અમદાવાદના પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર રોજની ૧પ૦૦થી વધુ ફાઈલ કલીયર કરવામાં આવી રહી છે. પાસપોર્ટ માટે આવતા અરજદારોને કોઈ અગવડ પડે નહી તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું પાસપોર્ટ ઓફીસના સુત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.