દિલ્હીમાં વાહન ચાર્જ કરવા પ્રથમ ચાર્જિંગ સ્ટેશન
દેશને પ્રદુષણ મુકત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે અને તેને વ્યાપક આવકાર પણ મળી રહયો છે ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોની જગ્યાએ હવે ઈલેકટ્રીક વાહનો બજારમાં ફરતા જાવા મળી રહયા છે તસ્વીરમાં દિલ્હીમાં ઈલેકટ્રીક વાહનો માટે બનાવવામાં આવેલું પ્રથમ ચાર્જિંગ સ્ટેશન નજરે પડે છે.
હાલમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર ભારે મંદીના મારમાંથી પસાર થયું છે. વાહન વેચાણના આંકડા સતત ઘટી રહ્યા છે. ઓટોમોબાઈલ ઈન્ડ્સ્ટીએ પ્રધાનમંત્રીને આ અંગે લેખીતમાં જીએસટી અને અન્ય સુધારા કરવા રજૂઆત પણ કરી છે. તેવા સમયમાં ઈલેકટ્રીકથી ચાલતાં વાહનો કેટલાં સફળ નિકળશે તે તો આવનારો સમય જ બતાવશે.
હાલ ગુજરાતમાં અમદાવાદ આર.ટી.ઓ.માં કાચા પાકા લાઈસન્સ માટે પણ લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે છે. પીયુસી સેન્ટરો પણ પૂરતાં પ્રમાણમાં નથી. તેમજ નવા પીયુસી સેન્ટરો માટે અરજીની મુદત પણ લંબાવવી પડી છે. કેટલાંક નિયમો હળવા કરવા છતાં પણ પીયુસી સેન્ટરો માટે અરજીઓ મળી નથી. આવા સમયે જો ઈલેકટ્રીક ચાર્જીગ પોઈન્ટ ઉભા કરવામાં સરકારને સફળતા મળશે કે નહીં.