Western Times News

Gujarati News

ધાનેરા મહિલા પોલીસની ઈમાનદારીઃ રૂપિયા ભરેલું પર્સ માલિકને પરત આપ્યું

ધાનેરા, ધાનેરા મહીલા પોલીસની ઈમાનદારી.. સામાન્ય રીતે પ્રજાના મનમાં પોલીસની છાપ ખરાબ જ રહેતી હોય છે. પોલીસનું નામ પડે ત્યારે સામાન્ય માણસની નજર સામે દાદાગીરીને અને લાંચ લેનારા પોલીસ જેવી તસ્વીરો સામે આવતી હોય છે.

આ અંગે વધુ વિગતો આપતાં અમારા ધાનેરાના સંવાદદાતા ભરત બી.પરમાર નો અહેવાલ જણાવે છે. કે, પોલીસ પણ આખરે માણસ છે. અને હજુ પણ પોલીસમાં માણસાઈ જીવતી છે. જેને ધાનેરા પોલીસ સ્ટેશનના મહીલા કોન્સ્ટેબલ શિલ્પાબેન દિનેશભાઈ સોલંકીએ સાબીત કરી બતાવ્યું છે.

આ મહીલા પોલીસ કોન્સ્ટેબલે રૂપિયા ભરેલું પાકીટ મુળ માલીકને પરત આપીને પોતાની ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. આજે ઈદના દિવસે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ધાનેરા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે પોતાની ફરજ દરમ્યાન મહીલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન સોલંકીને નગરપાલિકા કચેરી વિસ્તારમાંથી રૂપિયા ભરેલું એક પાકીટ મળી આવ્યું હતંુ.

આ પાકીટ શિલ્પાબેને લઈને તેના માલીકની શોધખોળ કરવા માટે નગરપાલિકા વિસ્તાર તેમજ અસરગરો સુન્ની મસ્જીદમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ માલિકનો પતો મળ્યો ન હતો ત્યારબાદ શિલ્પાબેને આ રૂપિયા ભરેલું પાકીટ ખોલીને જાેતાં આઈડી કાર્ડ પર રફીકભાઈ શેખ બંગાળીનો મોબાઈલ નંબર મળી આવતા તે નંબર પર ફોન કરી પુછપરછ કરતા તે પાકીટ તેમનું જ હોવાનું સાબીત થતા રૂપિયા ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરવામાં આવ્યું હતું.

ઈદના દિવસે જ પોતાનું ખોવાયેલું પાકીટ પરત મળતા રફીકભાઈ શેખે જણાવ્યું હતું કે મારૂ પાકીટ ગુમ થયાની ખબર પડતાં ઘણી જગ્યાએ શોધખોળ કરવા છતાં ના મળતાં ઈદનો તહેવાર બગડશે એવો અહેસાસ થયો હતો. પરંતુ અચાનક એક ફોન દ્વારા મને કહેવામાં આવ્યું કે આપની કોઈ ચીજ ખોવાઈ હોય

તો સાબીતી આપી લઈ જાઓ એટલે હું ધાનેરાના હોમગાર્ડ જવાન સાહીદભાઈ બેલીમને સાથે લઈને ફોન પર બતાવેલ સ્થળે ગયો ત્યાં મહીલા પોલીસ કોન્સ્ટેબલે મારી પુછપરછ કરી પાકીટમાં રહેલ આઈ.ડી.કાર્ડથી મારી ઓળખાણ સાબીત થતાં મને મારું રૂપિયા ભરેલું પાકીટ પરત કરવામાં આવ્યું હતું

આવી ઈમાનદારી બતાવી મારી ઈદ સુધારવા બદલ હું ધાનેરા પોલીસ સ્ટાફ અને મહીલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન સોલંકીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જયારે મુળ માલીકને પાકીટ પરત કરવામાં ાઅવતા સમગ્ર મુસ્લીમ સમાજ ધાનેરાને પણ ધાનેરા પોલીસ અને મહીલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન દિનેશભાઈ સોલંકીનો આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.