Western Times News

Gujarati News

વડોદરામાં MGVCLની ઓફિસ બહાર પૂર્વ દિવ્યાંગ કર્મીનો નગ્ન અવસ્થામાં વિરોધ

વડોદરા,વડોદરાના રેસકોર્સ સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપનીના મુખ્ય દરવાજા પાસે પૂર્વ દિવ્યાંગ કર્મચારી દ્વારા નગ્ન હાલતમાં ઉભા રહી વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચ્યો હતો. આ કર્મચારીએ કંપનીએ કારણ વિના વેતન અટકાવીને નોકરીમાંથી છુટો કર્યો હોવાનો આક્ષેપ કૃયો હતો. ભુતકાળમાં આ કર્મચારીએ આઈએએસ અધિકારી સમક્ષ ઈચ્છામૃત્યુની પણ માંગણી કરી હતી.

એમજીવીસીએલમાં ફરજ બજાવતા હેમંત ગાંધી નામના દિવ્યાંગ કર્મચારીને વર્ષ ર૦૧૬થી હેરાન કરવામાં આવી રહ્યા હતા. જેને કારણે તેઓ અવારનવાર પોલીસમાં ફરિયાદ તો પણ આપી હતી છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. એટલું જ નહી જાન્યુઆરી ર૦૧૯થી તેમનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને કર્મચારીએ એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆતો પણ કરી હતી.

એમજીવીસીએલના એક આઈએએસ અધિકારી સમક્ષ તેમણે ઈચ્છામૃત્યુની માંગણી કરી હતી ત્યારે આ અધિકારીએ કર્મચારીને બચાવવાની વાત કરવાને બદલે આકરો જવાબ આપ્યો હતો. જેથી આજે એમજીવીસીએલની મુખ્ય કચેરી પાસીે નગ્ન હાલતમાં ઉભા રહી તેમણે વિરોધ શરૂ કર્યો હતો. પોતાને ન્યાય મળે તે માટેની માગણી કરી હતી. હેમંત ગાંધીએ જણાવ્યું હતું કે, મારો કોઈ વાંક ગુનો ન હોવા છતાં પણ મારો પગાર અટકાવી દેવામાં આવ્યો. અને નોકરીમાંથી અચાનક જ છુટો કરી દેવામાં આવ્યો હતો. જાે મને ન્યાય નહી મળે તો હું રોજ આ જ રીતે નગ્ન હાલતમાં આવીને ઉભો રહીને વિરોધ કરીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.