છત્રાલ આંગડીયા પેઢીના માલિકને રીવોલ્વર બતાવી લુંટવાનો પ્રયાસ
પેઢી માલીક સાથે ઝપાઝપી થતા આસપાસના નાગરીકો દોડી આવતા ત્રણેય જણા દોડી ઈનોવામાં બેસી ફરાર થયા
ગાંધીનગર,ગાંધીનગર જીલ્લના કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પી.એમ. એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીને ભર બપોરે ત્રણ શખ્સોને ટાર્ગેટ કરી હતી. રીવોલ્વર ટાર્ગટ કરી હતી. દેખાડી શખ્સોએ વેપારીને લુંટવાનો પ્લાન ઘડયો હતો. પરંતુ શખ્સોને પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. કારણ કે જે સમયે તે પેઢીમાં આવ્યા હતા તે સમયે પેઢીમાં રોકડા રૂપિયા ન હતા. જયારે નકલી રીવોલ્વર હોવાનું વેપારફીને લાગતા તેણે ત્રણેય શખ્સનો પ્રતીકાર કરતા ત્રણેય ઈનોવા કારમાં ભાગી ગયા હતા. જયારે આ શખ્સોને પકડી પાડવા માટે પોલીસને વિવિધ ટીમો કામે લાગી ગઈ છે. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.
સુત્રોદ્વારા મળતી વિગત મુજબ છત્રાલ જીઆઈડીસી પ્રિયા એવન્યુ કોમ્પલેક્ષમાં જતીન બાબુભાઈ પટેલ પી.એમ. એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢી આઠ વર્ષથી ચલાવે છે. ગઈકાલે સવારના સમયે જતીનભાઈ પોતાની પેઢી પર હાજર હતા. જાે કે પેઢીમાં કોઈ કર્મચારી રાખ્યો ન હોવાથી તે મોટાભાગનું કામ તેઓ કરી લે છે. તેઓની પેઢીના મધ્ય ભાગમાં લોખંડની જાળી ફીટ કરવામાં આવી છે. ત્યારે બપોરના સમયે જતીનભાઈ પેઢીની લોખંડની જાળી બંધ કરી ટીફીન ખોલી જમવાનું પુરુ કરી પાણી પી રહયા હતા.
તે સમયે ત્રણ શખ્સો પેઢી પર આવ્યા હતા. જેથી જતીનભાઈએ આવવાનું કારણ પુછતા એક શખ્સે જાળી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જયારે જતીનભાઈ કંઈ સમજે કે વિચારે તે પહેલા બીજા શખ્સે રીવોવર તાકી દીધી હતી. રીવોલ્વર જાેઈને જતીનભાઈ ગભરાઈને ટેબલ નીચે છુપાઈ ગયા હતા. જેને પગલે ત્રણેય શખ્સો પેઢીમાં ઘુસીને થેલા ફેદી રહયા હતા. તે સમયે જતીનભાઈએ રીવોલ્વર તાકનાર શખ્સને પકડી પાડયો હતો. શખ્સ પાસે રેહેલી રીવોલ્વર નકલી હોવાનો અંદાજ આવતા જતીનભાઈએ પ્રતીકાર કર્યો હતો તે સમયે અન્ય બે શખ્સોએ આવી પહોચીને આંખના ભાગે રીવોલ્વર મારી દેતા ઈજા પહોચી હતી. ઝપાઝપી અને મારામારીને પગલે આસપાસના દુકાનમાં વેપારીઓ આવી ગયા હતા. જેથી ત્રણેય શખ્સ ભાગીને નંબર પ્લેટ વિનાની ઈનોવા કારમાં બેસી ગયા હતા બનાવ અંગે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.