ટ્રેકટર વીજપોલ સાથે અથડાતા વીજપોલ પડતા ૧૩ વર્ષીય દીકરીનું મોત

અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી બેફામ ગતિએ અને ગફલતભરી રીતે વાહનચાલકો વાહન હંકારી અકસ્માત સર્જી નિર્દોષ રાહદારીઓનો ભોગ લઇ રહ્યા છે. માલપુરના સ્મશાન રોડ પર એક વિચત્ર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. માટી ભરેલ ટ્રેકટર વીજપોલ સાથે અથડાતા વીજપોલ તૂટી રોડ સાઈડ કપડાં ધોતી બાળકી પર પડતા ઘટનાસ્થળે બાળકીનું મોત નીપજ્યું હતું.પરિવારમાં માતમ છવાયો હતો.
માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. માલપુરના સ્મશાન રોડ નજીક ભરથરી પરિવારો વસવાટ કરી રહ્યા છે. આશાબેન બાલાભાઈ ભરથરી નામની 13 વર્ષીય બાળકી પર વીજપોલ પડતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તળાવ માંથી માટી ભરેલ ટ્રેકટરના ચાલકે સ્માશાન રોડ પરથી પસાર થતા રોડ નજીક રહેલા વીજપોલ સાથે અથડાતા વીજ પોલ તૂટી ઘર નજીક રોડ પાસે કપડાં ધોતી આશા ભરથરી પર પડતા શરીરે ગંભીર ઈજાઓ થતા લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા.
બાળકીનું ઘટનાસ્થળે પ્રાણ પંખરું ઉડી જતા પરિવારજનો અને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. પરિવારજનોએ રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
દિલીપ પુરોહિત. બાયડ