તરનતારનમાં વિસ્ફોટકનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ચંડીગઢ, હરિયાણાના કરનાલમાં વિસ્ફોટકો મળી આવ્યાના થોડા દિવસો જ થયા હતા કે પંજાબના તરનતારન જિલ્લામાં ફરી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે પોલીસે આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. પંજાબના તરનતારન જિલ્લાના નૌશેરા જિલ્લાના પનુઆ ગામમાં પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના શકમંદો પાસેથી વિસ્ફોટકોનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
પંજાબ પોલીસે આ બંને શકમંદો પાસેથી કાળા રંગનું મેટલ બોક્સ જપ્ત કર્યું છે. આ બોક્સમાં આરડીએક્સ પેક હતું. તેની પાસેથી એક આઈડી મળી આવ્યું હતું. આ ઉપરાંત તેમની પાસેથી ટાઈમર, ડિટોનેટર બેટરી અને લેન્સ હતા. ઉલ્લેખનીય છે કે, પંજાબનો તરનતારન જિલ્લો ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલો છે. અહીંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટીનો માહોલ છે.
થોડા દિવસો પહેલા હરિયાણાના કરનાલમાં પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો ઝડપ્યો હતો. તરનતારન જિલ્લામાં વિસ્ફોટક મળ્યા બાદ પોલીસ આ મામલાને કરનાલમાં વિસ્ફોટકના મામલાની સાથે જાેડીને પણ તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે, કરનાલથી પકડાયેલા આતંકવાદીઓએ એ પણ ખુલાસો કર્યો હતો કે અમૃતસર- તરનતારન હાઈવે અને નાંદેડ-હૈદરાબાદ હાઈવે પર આઇઇડી, હથિયારો અને ગ્રેનેડ રાખવામાં આવ્યા છે, ત્યારબાદ ઈડીએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.HS