ગુજરાતમાં સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સંક્ષમ ):૨૦૨૨ ની ઉજવણી
આપણા દેશની ઉર્જા સુરક્ષા, ટકાઉ વિકાસ અને પર્યાવરણ સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમ છે. કાર્યક્રમનો મુખ્ય ધ્યેય અશ્મિભૂત ઇંધણ પર થતા નકામા ખર્ચને રોકવા, દેશના વિદેશી રાજકોષ પર વધતા બોજને ઘટાડવા અને અશ્મિભૂત ઇંધણને બાળવાથી ઉત્પન્ન થતા ગ્રીન હાઉસ વાયુઓની પ્રતિકૂળ અસરથી પર્યાવરણને બચાવવાનો છે.પેટ્રોલિયમ ઉત્પાદનોના સંરક્ષણ, બળતણ-ર્યક્ષમ સાધનોને પ્રોત્સાહન આપવા તથા પેટ્રોલિયમ સંરક્ષણ માટેની નીતિઓ અને વ્યૂહરચનાઓ પ્રસ્તાવિત કરવામાં સરકારને મદદ કરવા માટે અને મોટા પાયે જનજાગૃતિ લાવવામાં પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન (PCRA) અગ્રસર છે.
એજ નિષ્ઠા સાથે 11મી એપ્રિલ 2022 થી 30 મીએપ્રિલ 2022 દરમિયાન Azadika Amrit Mahotsav through Green & Clean Energy (હરિત અને સ્વચ્છ ઉર્જા દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ) ની ટેગ લાઈન સાથે સક્ષમ (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 2022 2022નું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવ્યું છે. આના ભાગરૂપે, ગુજરાતના તેલ ઉદ્યોગ દ્વારા 11 એપ્રિલ 2022 નારોજ ઉદ્ઘાટન સમારોહનું આયોજન અમદાવાદના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જે બી ઓડિટોરિયમમાં ગુજરાતના એગ્રીકલ્ચર એનર્જી અને પેટ્રોકેમિકલ માનનીય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ મહિના દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે,જેવી કે શાળાના વિદ્યાર્થીઓ માટે સમૂહચર્ચા, કોલેજોમાં ગ્રેફિટી/ વોલપેઈન્ટીંગ સ્પર્ધા, ઈંધણ- કાર્યક્ષમ ડ્રોઈંગ સ્પર્ધા, લેખ-લેખન, પ્રેસકોન્ફરન્સ/ પ્રેસરીલીઝ, ટીવી/ રેડિયોપર ટોકશો અને જિંગલ્સ વગેરે.ઈન્ડિયન ઓઈલ દ્વારા સક્ષમ-2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં આશરે 5000 કરતા વધારે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.
અશ્મિભૂત ઇંધણના સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલો, જેમકે અતિ સ્વચ્છ BSVI ઇંધણને અપનાવવું, ઇંધણમાં ઇથેનોલનું મિશ્રણ અને પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના દ્વારા ગુજરાતમાં એલપીજીના પ્રવેશમાં વધારો કરવો , સિટીગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિકાસ દ્વારા ઉર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો વધારવા પર ભાર આપવુ, SATAT યોજના હેઠળ 15 MMTPA ગેસનું ઉત્પાદન કરવા 5,000 કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ શરૂ કરવાની યોજના, સૌરઉર્જા, પવનઉર્જા, CNG સાથે હાઇડ્રોજન જેવા ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતોમાં સંશોધન, ઈ-મોબિલિટી વિકલ્પોને આપવામાં આવેલ પ્રોત્સાહન વગેરે.સરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) ૨૦૨૨ અંતર્ગત એનએસએસ યુનિટ એસવીઆઈટી વાસદના સ્વયંસેવકો દ્વારા ઇંધણના સંરક્ષણ અને કરકસર પૂર્વક ઉપયોગ ના શપથ લીધા હતા અને લોકજાગૃતિ માટે આના પ્રચાર માટે તેઓ ક્વિઝ, નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા વગેરેનું પણ આયોજન કર્યું.
સમાજમાં ઇંધણના સંરક્ષણ માટેની સ્વયંસેવકોની કામગીરીને બિરદાવવા માટે અને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ)ના આયોજકો તરફથી વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.આ પ્રસંગે એસવીઆઈટી ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ વિશેષ ઉપસ્થિત રહી એન.એસ.એસ.ના સ્વયંસેવકોને મેડલ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા.એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ, ડૉ.વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી એન.એસ.એસ.ના સ્વયંસેવકોને તેમની સમાજ ઉપયોગી સુંદર કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.