Western Times News

Gujarati News

શીલજ અને બોડકદેવમાં ૧૦૦ મીટર ઉંચા ૩ર માળના બે રેસિડેન્સિયલ ટાવર બનશે

(એજન્સી)અમદાવાદ, આકાશને આંબતી ગગનચુંબી ઈમારતો બાંધવાની મુંબઈ અને બેગ્લુરુની સ્પર્ધામાં હવે અમદાવાદ પણ આગળ વધી રહયું છે. અને આ દિશામાં બોડકદેવ અને શીલજ એમ બે વિસ્તારમાં ૧૦૦ મીટરથી ઉંચા એટલે કે, ૩ર થી૩૩ માળના રેસીડેન્સીયલ ફલેટ પ્રોજેકટને રાજય સરકારની ઈન્ફ્રાસ્ટ્રકચર કમીટીએ આખરી મંજૂરી આપી દીધી છે.

પરીણામે હવે આ પ્રોજેકટના ડેવલપર્સ તેમના પ્રોજેકટના પ્લાન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં રજુ કરી શકશે.
દેખીતી રીતે જ ગત વર્ષે શીલજમાં સૌ પ્રથમ વખત આવા એક ૧૦૦ મીટર ઉંચા એટલે કે ૩ર માળના રેસીડેન્સીયલ પ્રોજેકટને રાજય સરકારની ઈન્ફ્રાસ્ટ્રકચરલ કમીટીએ મંજૂરી આપી હતી. જેના પ્લાન મ્યુનિ.કોર્પોરેશનમાં રજુ કરવામાં આવતા મંજૂરી આપી દેવામાં આવી છે.

મ્યુનિ. એસ્ટેટ અને ટાઉન પ્લાનીંગ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમીશ્નરન જી.એસ. સોલંકીએ એમ જણાવ્યું હતું કે, બોડકદેવ અને શીલજમાં ૧૦૦ મીટર ઉચા રેસીડેન્સીયલ ફલેટો બાંધવાના પ્રોજેકટને રાજય સરકારની ઈન્ફ્રાસ્ટ્રકચર કમીટીએ આખરી લીલીઝંડી આપતા મ્યુનિ. કોર્પોરેશનના ટી.ડી.ઓ વિભાગમાં બાંધકામ પ્લાન રજુ કરી શકશે.

પરીણામે મ્યુનિ. કોર્પોરેશનને પ્લાન તથા બાંધકામ ફી પેટે ઓછામાં ઓછા રૂા.૧૯થી ર૦ કરોડનો આવક પ્રાપ્ત થશે. આ આવક આમ તો શીલજના પ્રથમ મંજૂર કરેલા પ્રોજેકટ કરતા ખૂબ ઓછી છે કેમ કે, આ બંને નવા પ્રોજેકટો સિગલ બિલ્ડીગના ટાવરનો છે.

જયારે અગાઉ શીલજમાં મંજૂર કરવામાં આવેલા ૧૦૦ મીટર ઉંચા ૩ર માળનો રેસીડેન્સીયલ પ્રોજેકટ બે બિલ્ડીગનો હતો જેથી મ્યુનિ. કોર્પોરેશનને રૂ.૩ર કરોડ જેટલી આવક થવા પામી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૧૦૦ મીટર ઉચી ઈમારતના પ્રોજેકટોના પ્લાન વિચારી રહેલા ડેવલપર્સ માટે રાજય સરકારનો આ નિર્ણય ખૂબ મહતવનો બની રહયો એટલે કે બાંધકામ ક્ષેત્રે વિકાસના દ્વારા ખૂલી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.