રખડતી ગાયોના આતંકને કારણે રીટાયર્ડ શિક્ષકે જીવ ગુમાવ્યો
રાજ્યભરના શહેરોમાં રખડતી ગાયોનો આતંક સતત વધી રહ્યો છે અને આ બાબતે તંત્ર દ્વારા પણ કોઈ નક્કર પગલા ભરવામાં આવી રહ્યા નથી, ત્યારે આ કારણે અત્યારસુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આ જ અરસામાં ગાયના આતંકના કારણે એક રીટાયર્ડ શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.
આ ઘટના પાલનપુરમાં બની હતી, જ્યાં હનુમાન ટેકરી નજીક એક નિવૃત્ત શિક્ષક સંબંધીના સમાચાર લઇ ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં હનુમાન ટેકરી પાસે હડકાઇ ગાય લોકોને અડફેટે લેતી જાઇ શિક્ષક પોતાની એક્ટિવા બાજુમાંથી લઇ ભાગ્યા હતા. ત્યારે ગાય પણ તેમની પાછળ ભાગતાં શિક્ષક નજીકની સોસાયટીમાં ઘૂસતાં ગાયે તેમને એક્ટિવા ઉપરથી પટકી પગ અને શિંગડાં મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
આ અંગે મળેલી વિગતો મુજબ, ગાયના કારણે ગંભીર રીતે ઘવાયા બાદ તેઓને ૧૦૮ મારફત સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા તા, પરંતુ ખસેડાતાં સારવાર મળે તે પહેલાં જ શિક્ષકનું મોત નીપજ્યું છે. આ કારણે તેઓના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
આપને જણાવી દઈએ કે, પાલનપુર શહેરના જાહેર માર્ગો પર રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ વધવા લાગ્યો છે. જ્યાં અવાર-નવાર વાહનચાલકો સહિત રાહદારીઓને અડફેટે લેતા હોય છે,
ત્યારે હવે આ પ્રકારના બનાવના કારણે જયારે રીટાયર્ડ શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે જાવું રહ્યું કે, જાહેર માર્ગો પર રખડતી ગાયોના આતંકને લઈ તંત્ર દ્વારા કોઈ આકરા પગલા લેવામાં આવે છે કે નહીં.