Western Times News

Gujarati News

મોખામાળના સમૂહ લગ્નમા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા યોજનાકીય માર્ગદર્શન અપાયુ

ડાંગ માહિતી બ્યૂરો:આહવા,તાજેતરમા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મોખામાળ ગામે યોજાયેલા સમૂહ લગ્નમા, જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા, સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની જાણકારી સાથે માર્ગદર્શન પૂરૂ પડાયુ હતુ. દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી એસ.ડી.સોરઠિયા દ્વારા મળેલી વિગતો અનુસાર, ગત તા.૯મી મે ૨૦૨૨ના રોજ મોખામાળ ગામે ‘સાત ફેરા સમૂહ લગ્ન’ યોજના અંતર્ગત સામાજિક સંસ્થા શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ દ્વારા, ૧૧૨ આદિવાસી દંપતિઓના સમૂહ લગ્નનુ આયોજન કરાયુ હતુ. દરમિયાન ઉક્ત કચેરી દ્વારા મહિલા શક્તિ કેન્દ્રના કર્મયોગીઓ દ્વારા અમલી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામા આવી હતી. જેમા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના જેવી યોજનાઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામા આવી હતી. સાથે પ્રચાર સાહિત્યનુ વિતરણ કરી, ‘બેટી બચાવો-બેટી પઢાવો’ વિષયક સમૂહ શપથ પણ
લેવડાવવામા આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.