ગાંધીનગરના ફિરોઝપુર ગામમાં ખેતરમાં જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપાયા

ગાંધીનગર, ગાંધીનગરના ફિરોઝપુર ગામની સીમમાં ખેતરની ઓરડી બહાર જુગાર રમી રહેલા ૮ જુગારીઓને ડભોડા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ પાડીને ૧૬ હજાર રોકડ અને જુગારના સાહિત્ય સાથે જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગરના ડભોડા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. આ દરમિયાન મળેલી બાતમીના આધારે ફિરોઝપુર ગામની સીમમાં શંભુજી માલાજી જાદવ (ઠાકોર) નાં ખેતરમાં ઓરડીની ઓસરીમાં બેટરીનાં અજવાળે ચાલતાં જુગારધામ ઉપર રેડ કરવામાં આવી હતી.
આ રેડ દરમિયાન આઠ જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડી પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે ભૂપત કાનાજી ઠાકોર, રોહિત રમણભાઈ પ્રજાપતિ, રાજુ હીરાભાઈ મકવાણા, મેલાજી પ્રતાપજી જાદવ, ભરત શનાજી ઠાકોર, સુનીલસિંહ બાદરસિંહ ઝાલા, ગુગાભાઈ મહીજીભાઈ રાવળ અને બાબુજી ડાહ્યાજી જાદવ જુગાર રમતાં રંગેહાથ પોલીસના હાથમાં આવી ગયા હતા.
પોલીસે આઠેય જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી ૧૫ હજાર ૯૦૦ રોકડા, જુગારનું સાહિત્ય જપ્ત કરી તમામ વિરુધ્ધમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.HS