ભારે પવનથી પુલ તૂટ્યાના અધિકારીના જવાબથી નીતિન ગડકરીને આશ્ચર્ય

નવી દિલ્હી, ૨૯ એપ્રિલે સુલતાનગંજમાં ગંગા નદી પર બનેલા પુલનો એક ભાગ તોફાન દરમિયાન તૂટી પડ્યો હતો. જાેકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે એક આઈએએસઅધિકારીના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, તેમણે બિહારના સુલતાનગંજમાં એક નિર્માણાધીન પુલનો ભાગ ‘ભારે પવન’થી તુટી પડવાનું કારણ આપ્યું હતું.
ગડકરીએ આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, બિહારમાં ૨૯ એપ્રિલે એક પુલ તૂટી પડ્યો હતો. તેમના સચિવને આ અંગે કારણ પૂછવા પર તેમણે જવાબ આપ્યો હતો કે, તે તીવ્ર પવન અને ઝાકળને કારણે પૂલ તૂટી પડ્યો હતો.
કેન્દ્રીય મંત્રીને આશ્ચર્ય થયું હતુ કે, એક આઈએએસઅધિકારી આવા ખુલાસા પર કેવી રીતે વિશ્વાસ કરી શકે. ગડકરીએ કહ્યું હતું કે, હું સમજી શકતો નથી કે ભારે પવન અને ઝાકળને કારણે પુલ કેવી રીતે તૂટી શકે છે. કોઈ ભૂલ થઈ હશે જેના કારણે આ પુલ તૂટી પડ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ ગુણવત્તા સાથે બાંધ છોડ કર્યા વગર પુલના બાંધકામના ખર્ચમાં ઘટાડો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બિહારના સુલતાનગંજથી અગુઆની ઘાટ વચ્ચેના આ પુલનું નિર્માણ વર્ષ ૨૦૧૪માં શરૂ થયું હતું. જાે કે તેનું બાંધકામ ૨૦૧૯માં જ પૂર્ણ થવાનું હતું પરંતુ હજુ સુધી તે પૂર્ણ થયું નથી.SSS