RTOની કામગીરી ડીલર્સને સોંપાય તો કામ સરળ થશે અને ભ્રષ્ટાચાર કાબૂમાં આવશે

ડીલર્સને ૩૦ દિવસમાં વાંધા રજૂ કરવાનો સમય; ડીલર્સ કાયદાકીય ગૂંચ દૂર રહેવા માંગે છે ‘મેનપાવર’ લાવવો ક્યાંથી !! લોકોના ફાયદા અંગે વાહન ડીલરોએ વિચારવું જ રહ્યું
(પ્રતિનિધિ)અમદાવાદ, પ્રજાકીય કામગીરી સરળતાથી ચાલે તે માટે કેન્દ્ર સરકાર સતત ચિંતિત છે અને તેથી જ સામાન્ય જનતાની સુખાકારી માટે કેટલાક નિર્ણયો લે છે. તેની સામે ઘણીવખત કારણ વગર તો વિરોધ થતો જાેવા મળતો હોય છે. લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો અપાધિત અધિકાર છે.
પરંતુ કેટલાક મુદ્દાઓમાં વ્યવારિક રીતે વિચાર થાય તે પણ જરૂરી છે. કેન્દ્ર સરકારે આર.ટી.ઓ.ની તમામ કામગીરી વાહન ડીલરોને સોંપવાનો નિર્ણય કર્યા છે. તેની સામે રાજ્યભરના અડધો-અડધ ડીલરોએ આરટી ઓની કામગીરી સ્વીકારવા વિસમર્થતા દર્શાવી છે. કેન્દ્ર સરકારે પણ વાંધા રજૂ કરવા ૩૦ દિવસની સમય મર્યાદા આપી છે.
વાંધા રજૂ થયા પછી સત્તાવાર નિર્ણયની જાહેરાત કરાશે તેમ મનાય છે. વાહન વેચનાર ડીલર્સને આરટીઓની કામગીરી સોંપવામાં આવે તો સ્વાભાવિક તેમને મેનપાવર ઊભો કરવો પડે. પણ સામે પક્ષે સામાન્ય જનતાને ડીલર પાસે જ કામ પતી જતું હોવાથી આરટીઓના ધક્કા ખાવા પડતા નથી.
આરટીઓમાં કામગીરી ખૂબ જ ધીમી ચાલતી હોવાથી સામાન્ય પ્રજાને ઘણી વખત ધક્કા ખાવા પડે છે. આરટીઓ પણ કેટલાક જાણીતા કારણોસર સંતોષકારક કામગીરી કરી શકતું નથી એ ચોક્કસ છે કે ડીલર્સના વાંધાને અમૂક સાંભળવા જાેઈઅએ પરંતુ સાથે-સાથે લોકોનું કામ સરળતાથી પતે તે જાેવાની જવાબદારી પણ ડીલર્સની છે. બીજી તરફ એવું નથી કે આરટીઓની જે કામગીરી ડીલર્સને સોંપવામાં આવશે તે નિઃશુલ્ક હશે.
તેવો આનો ચોક્કસ ચાર્જ પણ લેશે. એટલે પ્રજાએ જે કાયદેસર પૈસા આરટીઓને આપવાના હોય છે. બે ડીલર્સને આપવાના રહેશે. સ્વાભાવિક છે કે ડીલર્સ પાસે આરટીઓ કરતા ઝડપથી કામ થશે તેવું અનુમાન અસ્થાને નથી. એક દૃષ્ટિએ જાેવા જઈએ તો ડીલર્સનો વિરોધ વાહન ખરીદનારના હિતમાં નથી.
સરકારી કામકાજમાં સમય જતો હોય છે. જ્યારે ડીલર્સ દ્વારા કામ લેવામાં આવે તો કામ સરળતાથી પતી જશે અને વાહનચાલકોને આરટીઓ સુધી ધક્કા ખાવા પડશે નહિં. સાથે-સાથે ડીલર્સને કામગીરી સોંપવામાં આવે તો આરટીઓમાં ભ્રષ્ટાચાર અમુક અંશે કાબૂમાં આવી શકે તેમ છે.
આરટીઓમાં થતા કથિત ભ્રષ્ટાચારને લઈને અવારનવાર આક્ષેપ થતા હોય છે. ત્યારે ડીલર્સ જાે પોતાના કામમાં કામગીરી લઈ લે તો પ્રજાને સરળતા રહે તથા આરટીઓમાં થતા ભ્રષ્ટાચારને કાબુમાં લઈ શકાય સામે પક્ષે ડીલર્સ કહી રહ્યા છે કે વાહનોના શોરૂમનો કર્મચારી ભૂલ કરે તો વાહનડીલર સામે કાયદેસર કાર્યવાહી થાય.
ડીલરો તેથી જ આ નવી કામગીરી સ્વીકારવા તૈયાર નથી. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે વાંધા રજૂ કરવા ડીલર્સને ૩૦ દિવસનો સમય આપ્યો છે તે દરમિયાન તેઓ તેમના વાંધાઓ રજૂ કરી શકશે. એક વખત વાંધાઓ આવી જશે ત્યારપછી આ અંગે સરકાર સત્તાવાર જાહેરાત કરશે.