Western Times News

Gujarati News

કાયદાની યોગ્ય કલમો લગાડવા પોલીસ સ્ટેશનમાં લિગલ ઓફીસર મૂકવા માંગ

દિવાની કેસમાં પણ પાસા લગાવી સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહયો હોવાની જનસામાન્યની બૂમ

(એજન્સી)અમદાવાદ, પોલીસ સ્ટેશનમાં વગદારોની ઈચ્છા મુજબ કથીત ગુનેગાર તરીકે ફરીયાદ નોધાવામાં આવી હોય તેવી વ્યકિત સામે આડેધડ કાયદાની કલમો પોલીસ અધિકારીઓ નિર્દોષને આકરી સજા થાય તેવી કલમો લગાડી દેતા હોવાની ઘટના બનવા માંડી હોવાથી

ગુજરાતના તમામ પ૮૭ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પ્રમાણે કાયદાની કલમો લગાડવા માટે કાયદાનો અભ્યાસ કરી ડીગ્રી મેળવનારી વ્યકિતને એટલે કે લો ઓફીસર મુકવો જાેઈએ તેવી માગણી ઉઠવા પામી છે. તેમ થશે તો નિર્દોષ સામે ખોટી કલમો લાગશે અને નહી અને તેની હેરાનગતિ થશે નહી.

એફઆઈઆર નોધતી વખતે પોલીસ દ્વારા કાયદાની કલમો આડેધડ લગાડવામાં આવતી હોવાના છાશવારે કિસ્સાઓ બની રહયા છે. તેને પરીણામે સામાન્ય ગુનેગારોને પણ પાસા-પ્રિવેન્શન ઓફ એન્ટીસોશીયલ એકિટવીટીઝના કાયદાની કલમ લગાવી દેવામાં આવે છે. આ જ રીતે આર્થિક ગુનાઓ માટે સામાન્ય રીતે પાસાનો કાયદો લાગુ પડતો નથી.

તેમ છતાંય પોલીસ અધિકારીઓ વગદાર વ્યકિતઓ પાસેથી આર્થિક લાભ મેળવીને પાસા હેઠળ ગુનો નોંધી લઈને સામાન્ય ગુનો કરનારી વ્યકિતનું જીવતર દોહ્યલું બનાવી દેતા હોય છે. આ કાયદાનો દુરુપયોગ જ છે. તેનો વિરોધ કરવામાં આવી રહયો છે.

ગુજરાત હાઈકોર્ટના ન્યાય ર્મૂતિ એસ.એસ. વોરા અને સંદીપ એન.ભટ્ટની બેન્ચ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે ઈન્ડીયન પિનલ કોડની કલમ ૩૭૯ હેઠળ ચોરીનો ગુનો બને છે. પરંતુ તેમની સામે ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ર સી હેઠળ અસામાજીક તત્વો દ્વારા કરાતી સમાજ વિરોધી અને જાેખમી પ્રવૃત્તિ ડામવા અને જાહેર શાંતિ જાળવવા માટેની કલમ લગાડી દેવામાં આવે છે.

આ જજમેન્ટમાં એવી પણ ટકોર કરવામાં આવી છે કે બે વ્યકિત વચ્ચે સામાન્ય મારામારીની ઘટનાને જાહેર અશાંતિની ઘટના તરીકે ખપાવી શકાય નહી. આ પ્રકારની ભુલો અજાણતા કે જાણી જાેઈને પોલીસ અધિકારીઓ કરી બેસે છે. તેમાં આર્થિક લાભ લેવા માટે કે પછી વગદાર વ્યકિતઓના દબાણ હેઠળ ભારે કલમ લગાડી દેવામાં આવે છે.

આજ રીતે સામાન્ય આર્થિક ગુનો સીવીલ કક્ષાનો આર્થિક ગુનો છે. તેમાં પણ બહુધા પાસા લાગી શકતો નથી. તેમ છતાંય પોલીસ અધિકારીઓ વગદારોની ઈચ્છાને આધીન થઈને સામાન્ય જનને પાસાના કાયદા હેઠળ જેલમાં ધકેલી દે છે. પાસા બોર્ડમાં આ અંગે ફરીયાદો પણ થવા માંડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.